<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th December 2024

રાજકોટનાં નીલકંઠ બવાડીયા અને વિસાવદરનાં દિવ્યરાજસિહ જાડેજા સહિત 8 DySP તરીકે કસોટીમાં ઉતીર્ણ થયા

આખરી પરિણામ મુજબ સફળ જાહેર થયેલ ઉમેદવારો પૈકી નાયબ પોલીસ અધીક્ષક (બિનહથિયારી), વર્ગ-1 સંવર્ગની જગ્યા પર નિમણૂંક માટે પસંદગી પામેલ કુલ- 08 ઉમેદવારોની ગૃહ વિભાગને ફાળવણી

ગાંધીનગર : ગુજરાત જાહેર સેવા આયોગની લેવાયેલ ગુજરાત વહીવટી સેવા, વર્ગ-1 અને ગુજરાત મુલ્કી સેવા, વર્ગ-1 અને વર્ગ-2 તથા ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા, વર્ગ-2 ની ભ૨તી માટેની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષાના અંતે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા જાહેર કરેલ આખરી પરિણામ મુજબ સફળ જાહેર થયેલ ઉમેદવારો પૈકી નાયબ પોલીસ અધીક્ષક (બિનહથિયારી), વર્ગ-1 સંવર્ગની જગ્યા પર નિમણૂંક માટે પસંદગી પામેલ કુલ- 08 ઉમેદવારોની ગૃહ વિભાગને ફાળવણી કરવામાં  આવી હતી.8 ઉમેદવારોને નાયબ પોલીસ અધિક્ષક (બિનહથિયારી), વર્ગ-1 સંવર્ગમાં નિમણુંક આપવામાં આવી છે. 


 

(7:05 PM IST)