તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Tuesday, 17th December 2024
રેશન કાર્ડનું KYC કરાવવું ફરજીયાત : જાણો સરળ રીત
રેશન કાર્ડમાં સમાવિષ્ટ તમામ સભ્યોનું કેવાયસી હોવું જોઈએ. કોઈપણ સભ્ય કે જેનું કેવાયસી પૂર્ણ થયું નથી તો તેને રાશન મેળવવાનું બંધ થઈ શકે

અમદાવાદ : કોઈપણ મુશ્કેલી અને વિક્ષેપ વિના રેશન કાર્ડ યોજનાનો લાભ મેળવવા માટે, તમારા રેશન કાર્ડનું KYC કરાવવું ફરજિયાત છે. રેશન કાર્ડમાં સમાવિષ્ટ તમામ સભ્યોનું કેવાયસી હોવું જોઈએ. કોઈપણ સભ્ય કે જેનું કેવાયસી પૂર્ણ થયું નથી તો તેને રાશન મેળવવાનું બંધ થઈ શકે છે. તેથી પહેલા તમારા રેશન કાર્ડમાં સમાવિષ્ટ તમામ સભ્યોની KYC સ્થિતિ તપાસો અને જો કોઈ સભ્યનું KYC ન થયું હોય તો તેને ચોક્કસપણે અપડેટ કરાવો.
રેશન કાર્ડનું KYC કરાવવા માટે, સૌ પ્રથમ આપણે મેરા રાશન એપ ડાઉનલોડ કરવી પડશે. આ પછી તમારે તમારા આધાર કાર્ડ નંબરથી લોગિન કરવાનું રહેશે. ત્યારબાદ હોમ પેજ પર મેનેજ ફેમિલી ડીટેલ્સનો વિકલ્પ પસંદ કરો. જે બાદ તમે જોઈ શકો છો કે રેશન કાર્ડમાં સમાવિષ્ટ કયા સભ્યોનું કેવાયસી અપડેટ થયું છે અને કોનું કેવાયસી અપડેટ થયું નથી. આ પછી તમે તમારું રેશન કાર્ડ કેવાયસી ઓનલાઈન અથવા ઓફલાઈન કરાવી શકો છો.
KYCનું ફુલ ફોર્મ છે નો યોર કસ્ટમર…. એટલે કે પોતાના ગ્રાહકને ઓળખો. KYC પ્રક્રિયામાં આધાર કાર્ડ અને મોબાઈલ નંબર લિંક કરવામાં આવે છે. તેના દ્વારા રેશનકાર્ડનો લાભાર્થી સાચો છે તેની ચકાસણી કરવામાં આવે છે. હાલમાં ઘણા એવા રેશનકાર્ડ છે જેની વાસ્તવિક ઓળખ નથી.
આ સાથે અનેક ડુપ્લીકેટ રેશનકાર્ડ પણ બનાવવામાં આવ્યા છે. આ સમસ્યાનો સામનો કરવા માટે, રેશન કાર્ડમાં KYC કરવામાં આવે છે. જેથી માત્ર પાત્રતા ધરાવતા લોકોને જ આ યોજનાનો લાભ આપી શકાય. જે વ્યક્તિ કે પરિવારના રેશનકાર્ડમાં કેવાયસી પૂર્ણ થયું નથી તેમને રેશનકાર્ડનો લાભ મળવાનું બંધ થઈ શકે છે.
રેશનકાર્ડનું કેવાયસી કરાવવા માટે, સૌ પ્રથમ આપણે ખાદ્ય વિભાગની સત્તાવાર મોબાઇલ એપ્લિકેશન, મેરા રાશન (Mera Ration) એપ ડાઉનલોડ કરવી પડશે. આ માટે ગૂગલ સર્ચ બોક્સમાં મેરા રેશન લખીને સર્ચ કરો અથવા અહીં આપેલી ડાઉનલોડ લિંક પસંદ કરો. પછી તમારા મોબાઈલમાં મેરા રેશન એપ્લિકેશન ડાઉનલોડ થઈ જશે.
મેરા રેશન એપ્લિકેશન ડાઉનલોડ કર્યા પછી, તેને ખોલો અને તમારી ભાષા પસંદ કરો. ત્યારબાદ એપ્લિકેશનની હોમ સ્ક્રીન ખુલશે. અહીં તમારે તમારો આધાર કાર્ડ નંબર નાખવો પડશે. પછી કેપ્ચા કોડ ભરો અને લોગિન વિથ OTP વિકલ્પ પસંદ કરો.
હવે તમને તમારા આધાર કાર્ડ સાથે લિંક કરેલા મોબાઈલ નંબર પર OTP કોડ મળશે. તેને અહીં આપેલા બોક્સમાં ભરો અને વેરીફાઈ બટન પસંદ કરો.
OTP કોડની ચકાસણી થતાં જ તમને સ્ક્રીન પર MPIN બનાવવા માટે કહેવામાં આવશે. તમે અહીં યાદ રાખી શકો તેવા કોઈપણ ચાર અંકો દાખલ
(7:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
