<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th December 2024

અમદાવાદમાં લઘુત્તમ પારો 2 ડિગ્રી ગગડતાં ઠંડીએ ધ્રુજાવ્યાં :જાણો અન્ય શહેરોનું તાપમાન

ગાંધીનગરમાં 9, રાજકોટમાં 10.8, ડીસામાં 11 ડિગ્રી,અમરેલીમાં 11.6, મહુવામાં 12.1, કેશોદમાં 12.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન

અમદાવાદ :ગુજરાતમાં એક દિવસ ઠંડીમાં સામાન્ય ઘટાડો થયાં બાદ આજે ફરી લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં વધારો થતાં ઠંડીમાં વધારો થયો છે. અમદાવાદમાં લઘુત્તમ પારો 2 ડિગ્રી જેટલો ગગડતાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો. અમદાવાદમાં મહત્તમ પારો પણ સામાન્ય ઘટ્યો હતો. હવામાન વિભાગ અનુસાર આગામી પાંચ દિવસ રાજ્યના તાપમાનમાં કોઇ ફેરબદલ જોવા મળશે નહીં. આજે 6.5 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુ શહેર બન્યું છે.

આજે રાજ્યમાં નોંધાયેલા મહત્તમ તાપમાનની વાત કરીએ તો રાજકોટમાં 31 ડિગ્રી, મહુવામાં 30.4, વેરાવળમાં 30.3, અમરેલીમાં 30.2, સુરતમાં 30, અમદાવાદમાં 29.2, પોરબંદરમાં 29, કેશોદમાં 28.8, ગાંધીનગરમાં 28.6, સુરેન્દ્રનગરમાં 28.3, વલ્લભ વિદ્યાનગરમાં 28.2, દ્વારકામાં 28.2, ડીસામાં 28, ભુજમાં 28, ભાવનગરમાં 27.8, નલિયામાં 26.8, કંડલા પોર્ટમાં 26.5, ઓખામાં 25.9 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.

 

ગત રાત્રે નોંધાયેલા લઘુત્તમ તાપમાનની વાત કરીએ તો નલિયામાં 6.5 ડિગ્રી, ગાંધીનગરમાં 9, રાજકોટમાં 10.8, ડીસામાં 11, ભુજમાં 11.5, અમરેલીમાં 11.6, મહુવામાં 12.1, કેશોદમાં 12.4, પોરબંદરમાં 12.8, વલ્લભ વિદ્યાનગરમાં 13, સુરેન્દ્રનગગરમાં 13, કંડલા પોર્ટમાં 14, ભાવનગરમાં 14.4, સુરતમાં 15.4, વેરાવળમાં 17.1, દ્વારકામાં 17.2, ઓખામાં 19.6 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.

(8:43 PM IST)