તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Tuesday, 17th December 2024
રાજ્યમાં મગફળીનો સૌથી ઊંચો ભાવ ડીસામાં 1481 રૂપિયા સુધી બોલાયો: જાણો અન્ય 38 યાર્ડના ભાવ
ગુજરાતની 38 માર્કેટ યાર્ડમાં કુલ 4,660.90 ટન મગફળીની આવક થઇ: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન મગફળીની આવક

અમદાવાદ:ગુજરાતની 38 માર્કેટ યાર્ડમાં કુલ 4,660.90 ટન મગફળીની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં મગફળીનો સૌથી ઉંચો ભાવ હિંમતનગરમાં માર્કેટ યાર્ડમા 1486 રૂપિયા બોલાયો હતો. રાજકોટ યાર્ડમાં મગફળીનો ઉંચો ભાવ 1320 રૂ. અને નીચો ભાવ 950 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય ડીસામાં 1481 રૂ., વ્યારામાં 1420 રૂ., જામનગરમાં 1410 રૂ, વડાલીમાં 1356 રૂ., પાલનપુરમાં 1311 રૂ., ગોંડલમાં 1256 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 4,660.90 ટન મગફળીની આવક થઇ છે.


(8:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
