તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Tuesday, 17th December 2024
ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા પરિણામના આધારે સીધી ભરતીથી 15 અધિકારીઓની નિમણુંક માટે ફાળવણી
વર્ગ-1 જુનિયર સ્કેલ ની જગ્યાએ અજમાયશી ધોરણે હંગામી નિમણુંક અપાઈ

ગાંધીનગર : ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા જાહેરાત ક્રમાંક: ૩૦/૨૦૨૧-૨૨ અન્વયે લેવાયેલ ગુજરાત વહીવટી સેવા, વર્ગ-૧ અને ગુજરાત મુલ્કી સેવા વર્ગ-૧ અને વર્ગ-૨ની જગ્યાઓ માટેની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષાનેા તા:૦૮/૧૧/૨૦૨૩ના રોજ જાહેર કરાયેલ પરિણામના આધારે સામાન્ય વહીવટ વિભાગના તા. ૨૫/૧૦/૨૦૨૪ના પત્ર ક્રમાંક: GAD/RSK/e-file/1/2023/8053/R થી સામાન્ય વહીવટ વિભાગના વહીવટી નિયંત્રણ હેઠળની ગુજરાત વહીવટી સેવા, વર્ગ-૧ (જૂનિયર સ્કેલ)ની જગ્યાએ સીધી ભરતીથી નિમણૂક માટે ૧૫ અધિકારીઓની ફાળવણી કરવામાં આવેલ.
તદ્દઅનુસાર ઉક્ત ૧૫ અધિકારીઓને પ્રમાણપત્રોની ચકાસણી/ખરાઈ બાદ આ વિભાગની તા.૩૦/૧૧/૨૦૨૪ની સમાનાંકી અધિસૂચનાથી સામાન્ય વહીવટ વિભાગમાં અજમાયશી ધોરણે ગુજરાત વહીવટી સેવા, વર્ગ-૧ (જૂનિયર સ્કેલ)ની જગ્યા ઉપર નિમણુંક અપાઈ છે

(9:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
