<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th December 2024

રાજપીપળા સહિત નર્મદા જિલ્લાના પેટ્રોલ પંપો પર નિયમોનુસાર આવશ્યક સુવિધાઓ ઉપલબ્ધ છે..?

પેટ્રોલ ઓછું આપવું કે મિલાવટ વાળું આપવું તેવી અનેક ફરિયાદો બાદ કોઈજ પગલા લેવાતા નથી: મોટા ભાગના પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ, ડીઝલ ભરવાની કાળી પાઇપ જરૂર કરતા ત્રણ ઘણી લાંબી રાખી તેને વાળી દેતા વળાંક માં પેટ્રોલ ભરાઈ રહેતા ગ્રાહકો ને ઓછું પેટ્રોલ મળવાની પણ ફરિયાદ ઉઠી હતી

(ભરત શાહ દ્વારા )નર્મદા :રાજપીપળા સહિત નર્મદા જિલ્લામાં ઘણા લોકોએ પેટ્રોલ પંપ પર હજારો વખત તેમની બાઇક અથવા કારમાં પેટ્રોલ અને ડીઝલ ભરાવ્યું હશે, પરંતુ આ પેટ્રોલ પંપ પર ઉપલબ્ધ આવશ્યક સુવિધાઓ વિશે બહુ ઓછા લોકો જાણતા હશે, દરેક પેટ્રોલ પંપ પર કેટલીક વસ્તુઓ એવી હોય છે જે ત્યાં રાખવી જરૂરી છે અને સામાન્ય લોકો તેનો મફતમાં ઉપયોગ કરી "જેને સન્માનમાં રસ છે તેને સમાજમાં રસ નથી.

પેટ્રોલ પંપ એવી જગ્યા છે જ્યાં દરરોજ હજારો લોકો આવે છે. એટલા માટે અહીં કેટલીક એવી સુવિધાઓ હોવી જરૂરી છે, જેનો લોકો વારંવાર ઉપયોગ કરે છે. આવી જ એક સુવિધા છે ટોયલેટ, પેટ્રોલ પંપ પર લેડીઝ અને જેન્ટ્સ ટોયલેટ હોવું જરૂરી છે. એટલે કે, જો તમે લાંબી મુસાફરી પર છો અને તમારે શૌચાલય જવું છે, તો તમે પેટ્રોલ પંપમાં જઈ શકો છો. જો તમને કોઈપણ પેટ્રોલ પંપ પર આ સુવિધા ન મળે તો તમે તેની ફરિયાદ કરી શકો છો.

સાથે પેટ્રોલ પંપ પર પીવાના પાણીની સુવિધા હોવી પણ જરૂરી છે. તમે જોયું હશે કે દરેક પેટ્રોલ પંપ પર વોટર આરઓ લગાવવામાં આવ્યા છે. અહીંથી તમે તમારી પાણીની બોટલ ભરી શકો છો અને પાણી પણ પી શકો છો. જો પાણીની સુવિધા ન હોય તો તમે પેટ્રોલ પંપ મેનેજર પાસે તેની માંગ કરી શકો છો.

પેટ્રોલ પંપ પર મફત હવા ભરવાની સુવિધા પણ જરૂરી છે. દરેક પેટ્રોલ પંપ પર એર પંપ લગાવવામાં આવે છે, જ્યાં ટાયરમાં હવા ભરવાનું કામ કરવામાં આવે છે. પેટ્રોલ પંપ  માલિકે આ મશીન લગાવવું પડશે જેથી પેટ્રોલ કે ડીઝલ ભરાવવા આવતા લોકો ઇચ્છે તો વ્હીકલના ટાયરમાં હવા ભરાવી શકે છે. આ માટે પૈસા ચૂકવવા પડતા નથી. આ કામ માટે પંપ  માલિક વતી એક વ્યક્તિને પણ રાખવામાં આવે છે. તમે હવાને મફતમાં ભરી શકો છો અને પંપ વાળા તેના માટે પૈસા માંગી શકે નહીં.

દરેક પેટ્રોલ પંપ પર ફસ્ટ એડ બોક્સની સુવિધા એ અનિવાર્ય છે અને જરુર પડ્યે એનો ફ્રીમાં ઉપયોગ કરી શકાય છે. તો હવે ક્યારેય પણ આ પ્રકારની સુવિધાની જરુર પડે અને પેટ્રોલ પં૫ નજીક હોય તો ફ્રીમાં સુવિધા લેવાનું ચૂકશો નહિં.સાથે સાથે દરેક પેટ્રોલ પંપ પર ફાયર સેફ્ટી ડિવાઈસ હોવા જરૂરી છે અને સાથે જ રેતી ભરેલી ડોલ હોવી જરૂરી છે. જેથી આગ લાગવાની પરિસ્થિતમાં આ સાઘનોના ઉપયોગથી આગ પર કાબૂ મેળવીને કોઈ મોટી દૂર્ધટના ટાળી શકાય છે.

જોકે નર્મદા જીલ્લામાં પેટ્રોલ ઓછું આપવું કે મિલાવટ વાળું આપવું તેવી અનેક ફરિયાદો બાદ કોઈજ પગલા લેવાતા નથી તેમજ મોટા ભાગના પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ, ડીઝલ ભરવાની કાળી પાઇપ જરૂર કરતા ત્રણ ઘણી લાંબી રાખી તેને વાળી દેતા વળાંક માં પેટ્રોલ ભરાઈ રહેતા ગ્રાહકો ને ઓછું પેટ્રોલ મળવાની પણ ફરિયાદ ઉઠી હતી છતાં તંત્ર દ્વારા કોઈજ કાર્યવાહી થઈ નથી અને સબ સલામત ના દાવા કરાઈ છે.તો લાગતા વળગતા તંત્ર ના અધિકારીઓ આ મુદ્દે કાર્યવાહી કરશે..?

(11:12 PM IST)