<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th December 2024

ગરુડેશ્વર પોલીસે જુગારધામ પર છાપો મારી રૂપિયા ૬૫.૯૩૦ ના મુદામાલ સાથે પાંચ ને દબોચી લીધા

(ભરત શાહ દ્વારા ) નર્મદા:નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના મોટી રાવલ ગામમાં ચાલતા જુગારધામ ઉપર પોલીસે રેઇડ કરી પાંચ જુગારીઓને મુદામાલ સાથે ઝડપી કાયદેસર કાર્યવાહી કરી છે

   મળતી માહિતી અનુસાર ગરુડેશ્વર પોલીસને મળેલી બાતમીના આધારે જુગાર પર છાપો મારતા (૧)સુનિલ કાલીદાસભાઇ જોગી( રહે.વાંસલા નવી વસાહત તા.ગરુડેશ્વર જિ-નર્મદા) (૨) સુરેશ ચીમનભાઇ તડવી (રહે.મોટી સવલ બુટેડા ફળીયુ તા.ગરુડેશ્વર જિલ્લો-નર્મદા) (૩) રતિલાલ હસનભાઇ વસાવા( રહે.મોટી રાવલ મંદિરવાળુ ફળીયુ તા.ગરુડેશ્વર જિલ્લો-નર્મદા) (૪) ધર્મેન્દ્ર ગુલાબભાઇ તડવી( રહે.મોટી રાવલ સુથાર ફળીયુ તા.ગરુડેશ્વર જિલ્લો-નર્મદા) (૫) સુરેશ કાંતિભાઇ તડવી (રહે. સાંજરોલી નિશાળ ફળીયુ તા.ગરુડેશ્વર જિ.નર્મદા)નાઓ મોટી રાવલ ગામના હેટી ફળીયાની બાજુમાં આવેલ ખેતરના શેઢા ઉપર રાયણના ઝાડ નીચે બેસી પોતાના અંગત ફાયદા માટે ભેગા મળી પત્તા પાનાનો પૈસાનો હાર જીતનો જુગાર રમી રમાડતા તમામ પાંચ જુગારીઓ પકડાય ગયા બાદ તેમની અંગ ઝડતી દરમ્યાન રોકડા રૂ.૮૩૬૦-તથા દાવ ઉપરના રૂ.૩૫૭૦-મળી કુલ રોકડા રૂપિયા ૧૧,૯૩૦ તથા મોબાઇલ નંગ-૦૩ જેની કિ.રૂ.૯૦૦૦ તથા મો.સા.નંગ-૦૩ જેની કિ.રૂ.૪૫, ૦૦૦ મળી કુલ રૂ.૬૫.૯૩૦ ના મુદ્દામાલ સાથે રેઇડ દરમ્યાન પકડાઇ જઇ ગુનો કરતા પોલીસે કાયદેસર કાર્યવાહી કરી છે.


 

(11:13 PM IST)