તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Tuesday, 17th December 2024
ઝરિયા ખાતે વિજય દિવસમાં નિવૃત્ત સૈનિકોનું સન્માન કરવામાં આવ્યું
દેશની સુરક્ષા કરનાર જવાનોએ પોતાની જૂની યાદો વાગોળી હતી.

( ભરત શાહ દ્વારા ) નર્મદા :સરકારના યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલયના માય ભારત નેહરુ યુવા કેન્દ્ર નર્મદા દ્વારા ગરુડેશ્વર તાલુકાના એન એચ કોન્ટ્રાક્ટર વિદ્યાલય ઝરીયા ખાતે વિજય દિવસ ઉજવવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં દરમીયાન નિવૃત્ત લશ્કરી જવાન અરવિંદભાઈ તડવી, વિજયભાઈ તડવી, શ્રવણભાઈ તડવીનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ઝરીયા ગ્રામ પંચાયતના સરપંચ સતિષ તડવી આગેવાન ભુપેન્દ્ર ગોહિલ ઉર્મિલાબેન વસાવા તથા ગ્રામજનો, યુવાના, બહેનો ઉપસ્થિત રહ્યા. જિલ્લા યુવા અધિકારી સચિન શર્માના માર્ગદર્શનમાં કાર્યક્રમનું સંચાલન સ્વયંસેવક નિલેશ ભીલ, નિમિષા તડવી અને યુવા રજનીશ તડવીએ કર્યું હતું.
(11:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
