<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th December 2024

જીતગઢ ગામમાં મળતી વિમલ પાન મસાલામાં કેરોસીન અને જંતુનાશક પાવડરની ગંધ આવતી હોવાની બુમ

વિમલની પડીકી ખોલતા જ અંદરથી કેરોસીન અને જંતુનાશક પાવડરની ગંધ મારવાની ફરિયાદ બાદ તપાસની માંગ

( ભરત શાહ દ્વારા )નર્મદા: નર્મદા જિલ્લામાં કેટલીક દુકાનોમાં મળતી ગુટખા કે પાન મસાલા માં ડુપ્લીકેટ વસ્તુનું વેચાણ થતું હોવાની બુમ અવાર નવાર સંભળાઈ છે અને હાલમાં નાંદોદ તાલુકાના જીતગઢ ગામમાં વિમલ પાન મસાલામાં કેરોસીન અને પાવડરની ગંધ આવતી હોવાની બુમ સંભળાઈ છે જેથી આવી પડીકી ખાતા વ્યસનીઓ માં રોષ જોવા મળ્યો છે

  જીતગઢ ખાતે આવેલી એક દુકાનના સંચાલક અને ગામના અન્ય યુવાનો દ્વારા મળતી માહિતી મુજબ ગામની દુકાનો કે ગલ્લા પર હાલમાં મળતી વિમલ પાન મસાલા લીધા બાદ આ પાઉચ તોડતા અંદરથી કેરોસીન અને જંતુનાશક પાવડરની દુર્ગંધ આવે છે જેના કારણે વ્યસની ગ્રાહકો તેને ખરીદ કર્યા બાદ ગંધ ના કારણે ફેંકી દે છે. માટે આ બનાવટી પાન મસાલાનું વેચાણ થાય છે કે અન્ય કોઈ કારણે આમ જંતુનાશક પાવડર જેવું ઝેર ગંધ મારતું હશે એ તપાસ નો વિષય હોય તંત્ર આ મુદ્દે યોગ્ય તપાસ કરે તેવી ગ્રામજનો ની માંગ છે.
  ગ્રાહકોનું કેહવું છે કે આ કેરોસીન જ લાગે છે. આ ઉપરોક્ત જાણવાનું કે પાવડર જેવી સ્મેલ આવે છે. આ જે પાર્સલ જી આઈ ડી સી જકાતનાકા ખાતેથી તમામ દુકાનદારો ને ટેમ્પો લઇ દુકાન માલિક સુધી પહુચાડે છે. આ દરમ્યાન ગ્રાહકોની બુમ એવી છે કે આ કેરોસીન ની સ્મેલ અને પાવડર જેવી સ્મેલ આવે છે.

(11:18 PM IST)