<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th December 2024

ગરુડેશ્વર તાલુકાના ટી.બી. ની સારવાર હેઠળના 75 દર્દીઓને પ્રોટીન યુક્ત આહાર કીટનું વિતરણ

( ભરત શાહ દ્વારા ) નર્મદા:અનુપમ મિશન સ્વામિ નારાયણ સંસ્થા આણંદ જિલ્લાના મોગરી સ્થિત અધિષ્ઠાતા સંત ભગવંત સાહેબદાદાના આશીર્વાદ અને પ્રેરણા થી નર્મદા જિલ્લાના અતિપછાત નાગરિકોના સામાજિક ઉત્થાન માટે શિક્ષણ અને નિરામય સમાજના ઘડતર માટે  વિવિધ તાલુકાઓમાં સેવાકીય પ્રવૃત્તિ 2006 થી અવરીતપણે કરી રહ્યા છે. તેના ભાગરૂપે  વડાપ્રધાન મોદીના આહવાન ટીબી મુક્ત ભારત અંતર્ગત ગરુડેશ્વર તાલુકામાં ટી.બી. ની સારવાર હેઠળના દર્દીઓને 75 જેટલી પ્રોટીન યુક્ત આહાર કીટનું વિતરણ અનુપમ મિશન અને ઘરડા કેમિકલ લી.પાનોલીના સહયોગથી કરવામાં આવ્યું,

 આ પ્રસંગે નાંદોદ ધારાસભ્ય ડો. દર્શના દેશમુખ, જિલ્લા ટી.બી અધિકારી ડો. ઝંખના વસાવા, અનુપમ મિશન સંસ્થામાંથી પધારેલા પૂ. સતીશદાસજી અને પૂ. મણીદાસજી તથા ડો. વનરાજસિંહ અને  ટીબી સુપરવાયઝર સાગર શાહ સાથે કર્મચારીઓના હસ્તે કીટ વિતરણ કરવામાં આવી.

આ પ્રસંગે ડો. દર્શનાબેન દેશમુખ એમના ઉદબોધનમાં દર્દીઓને ટીબી અને તેની સારવાર વિશે ઊંડી સમજ આપી નિયમિત સારવાર સાથે પ્રોટીન યુક્ત આહાર નું મહત્વ સમજાવી ટીબી રોગ અંગે ગેરમાન્યતા દૂર કરી નિયમિત સારવાર લઈ તંદુરસ્ત સમાજ તંદુરસ્ત દેશ ના ઘડતર વિશે માહિતી આપી હતી.

(11:21 PM IST)