<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th December 2024

નવલ ભુવાની પત્ની દ્વારા લાશના ટુકડા કોથળામાં ભરવામાં આવ્યા : તપાસમાં ચોંકાવનારો ખુલાસો

હત્યારા ભુવા નવલસિંહ દ્વારા નગમાને પ્રેમ સંબંધમાં ફસાવી અને ત્યાર બાદ વઢવાણ ખાતે પોતાના ઘરમાં જ હત્યા કરાઈ

અમદાવાદ :  નગમા હત્યા કેસ મુદ્દે ચોકાવનારો ખુલાસો થવા પામ્યો છે. હત્યારા નવલસિંહ ભુવાના પત્ની સોનલને વઢવાણ લાવવામાં આવી છે. હત્યારા ભુવા નવલસિંહ દ્વારા નગમાને પ્રેમ સંબંધમાં ફસાવી અને ત્યાર બાદ વઢવાણ ખાતે પોતાના ઘરમાં જ હત્યા કરવામાં આવી હોવાનો તપાસમાં ધડાકો થયો છે.

    નગમાના મૃતદેહના ટુકડા પણ વઢવાણ ખાતેના ઘરમાં જ કરવામાં આવ્યા હતા. નવલ ભુવાની પત્ની દ્વારા લાશના ટુકડા કોથળામાં ભરવામાં આવ્યા હોવાનો પણ તપાસમાં ધડાકો થયો છે. હત્યા કરેલ નગમાની લાશ ધરમપુર નજીક દાટી દેવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. તપાસમાં હજુ પણ વધુ ચોકાવનારા ખુલાસાઓ થવાની સંભાવના તપાસકર્તા પોલીસ વ્યક્ત કરી રહી છે.


 

(1:08 AM IST)