<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th December 2024

અમદાવાદમાં પરિણીત પ્રેમીએ તરછોડી દીધી ;વિધવા મહિલાએ આપઘાત કર્યો :વિડિઓ બનાવી આક્ષેપ કર્યા

પ્રેમી પરિણીત હોવા છતાં પ્રેમિકા સાથે શારીરિક સંબંધો બાંધ્યા : બોપલ પોલીસ દ્વારા તપાસ

અમદાવાદમાં પરિણીત પ્રેમીએ તરછોડી દેતા વિધવા મહિલાએ આ પગલું ભર્યું હતું. પ્રેમીકાએ આપઘાત પહેલા વીડિયો બનાવી પ્રેમી અશોક ચુનારા પર ગંભીર આરોપ લગાવ્યો હતો. જેમાં પ્રેમી પરિણીત હોવા છતાં પ્રેમિકા સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા, તેવા આક્ષેપ કરવામાં આવ્યા છે. સમગ્ર મામલે બોપલ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

બોપલ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આપઘાતની ઘટના પ્રકાશમાં આવી છે. વિધવા મહિલાએ ઝેરી દવા પીને આત્મહત્યા કરી હતી. આ સાથે મંદિરમાં ફુલહાર કરી પત્ની બનાવીને શોષણ કર્યું હોવાનો આરોપ પણ મુકવામાં આવ્યો છે.

વિડીયોમાં કરેલા આક્ષેપો મુજબ અશોક ચુનારા શોષણ કર્યા પછી તે પોતાની પત્ની અને બાળકો પાસે જતો રહેતો હતો. એક તરફ પ્રેમીએ વિધવા મહિલાના ફોન ઉપાડવાનું બંધ કરી દેતા મહિલાએ આપઘાત કરી લીધો હતો. ઝેરી દવા પીનાર મહિલાનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ સમગ્ર મામલે બોપલ પોલીસે તપાસ શરૂ કરી છે.

(1:35 PM IST)