<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th December 2024

પાલનપુરની રાધા ઠાકોરનું મોતનું રહસ્ય ઉકેલવા પોલીસની મથામણ :મોબાઇલમાંથી વિડિઓ અને સુસાઇડ નોટ મળી

પહેલો વીડિયો 57 સેકન્ડનો અને બીજો 114 સેકન્ડનો હતો. યુવતીએ વીડિયોમાં તેના પ્રેમી વિરુદ્ધ કંઈ કહ્યું નથી: રાધાએ આપઘાત પહેલા એક ફોટો પણ માંગ્યો હતો તે એક મોટું રહસ્ય

પાલનપુરમાં રાધા ઠાકોર નામની 27 વર્ષીય યુવતીના આપઘાત કેસની તપાસમાં પોલીસને એક સુસાઇડ નોટ મળી આવી હતી. જેમાં તેણે મોતનું કારણ જણાવ્યું હતું. પરંતુ પોલીસની સમજણમાં નથી આવતું અને પોલીસ તેનો ભેદ ઉકેલવા માટે મથી રહી છે. રાધાએ આપઘાત પહેલા એક ફોટો પણ માંગ્યો હતો તે એક મોટું રહસ્ય સામે આવી રહ્યું છે.

રાધા ઠાકોર પતિથી અલગ થઈને પાલનપુરમાં રહેતી હતી અને બ્યૂટી પાર્લર ચલાવતી હતી. આ દરમિયાન રાધાની બહેન અલકા ઠાકોરે જણાવ્યું કે, રાધા એક બ્યુટી પાર્લર ચલાવતી હતી. રવિવારની રાત્રે, તે ઘરે આવી હતી. અમે જમીને સુઈ ગયા હતા. ત્યારબાદ બીજે દિવસે સવારે હું ઉઠી ને જોયું તો રાધા પંખે લટકતી જોવા મળી હતી. ત્યારે અમે તેનો ફોન તપાસ્યો ત્યારે તેમાંથી કેટલાક વીડિયો મળ્યા હતા. પરિવારે એક અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

તાજપુરમાં રાધાએ પ્રેમપ્રસંગને કારણે જિંદગી ટૂંકાવી લીધી હતી. આપઘાત કરતા પહેલા રાધાએ તેના પ્રેમીને નામે બે વિડીયો બનાવ્યા હતા જેમાં તેણે પોતાની મનની વ્યથા કહી હતી. વીડિયોમાં રડતા રડતા તે કહી રહી હતી કે, મને માફ કરી દેજે, તને કહ્યા વગર આ પગલું ભરી રહી છું. તારી આ રાધા ખુશીથી મરે છે એટલે તું ચિંતા ન કરતો. મને માફ કરજે, હવે મારે આ જિંદગી નથી જીવવી. મેં મારી જિંદગી ખુશી ખુશી જીવી લીધી. બધી રીતે હું કંટાળી ગઈ છું. તું બિલકુલ દુખી ન થતો, ખુશ રેજે, મારાથી પણ સારી છોકરી ગોતીને મસ્ત મેરેજ કરજે તો મારી આત્માને બહુ જ શાંતિ મળશે. દુખી થઈશ તો મારી આત્માને ક્યારેય શાંતિ નહીં મળે.

પોલીસને તપાસ દરમિયાન રાધાના મોબાઈલ માંથી બે વીડિયો અને એક સુસાઈડ નોટ મળી આવી હતી. પહેલો વીડિયો 57 સેકન્ડનો અને બીજો 114 સેકન્ડનો હતો. યુવતીએ વીડિયોમાં તેના પ્રેમી વિરુદ્ધ કંઈ કહ્યું નથી.

(1:44 PM IST)