News of Wednesday, 18th December 2024
અમદાવાદમાં ફરી વખત સફેદ પાવડરનાં કાળા કારોબારનો પર્દાફાશ:ઈસનપુરમાંથી લાખોનાં ડ્રગ્સ સાથે યુવક ઝડપાયો
એસઓજીની ટીમે આરોપી પાસેથી અંદાજે 20 લાખની કિંમતનું 200 ગ્રામ 700 મીલીગ્રામ વજનનું એમ.ડી ડ્રગ્સ મળ્યું :ઝડપેયા ડ્રગ્સ અંગે તપાસ કરતા રાજસ્થાન કનેકશન સામે આવ્યું

અમદાવાદ શહેરમાંથી ફરી એક વાર સફેદ પાવડરનાં કાળા કારોબારનો પર્દાફાશ થયો છે. શહેર એસઓજીની ટીમે બાતમીનાં આધારે 20 લાખની કિંમતનાં એમ.ડી ડ્રગ્સ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. એસઓજીની ટીમે આરોપી પાસેથી ઝડપેયા ડ્રગ્સ અંગે તપાસ કરતા રાજસ્થાન કનેકશન સામે આવ્યું છે. જેને લઈને તેની સામે NDPS નો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
અમદાવાદ શહેર એસઓજીની ટીમ પેટ્રોલીંગમાં હતી જે દરમિયાન રાજસ્થાનનાં પ્રતાપગઢનો પ્રેમનારાયણ ઉર્ફે નાનુરામ મીણા નામનો શખ્સ ઈસનપુર બ્રિજની નીચે આવવાનો છે અને તેની પાસે એમ.ડી ડ્રગ્સ છે. જે બાતમીનાં આધારે એસઓજીની ટીમે યુવકને પકડી તપાસ કરતા તેની પાસેથી 200 ગ્રામ 700 મીલીગ્રામ વજનનું એમ.ડી ડ્રગ્સ મળી આવ્યું હતું. અંદાજે 20 લાખની કિંમતનો આ ડ્રગ્સ હોય એસઓજીએ આ મામલે ગુનો દાખલ કરી યુવકની ધરપકડ કરી છે.
આરોપીની તપાસ કરતા સામે આવ્યું કે, તેને આ એમ.ડી ડ્રગ્સનો જથ્થો રાજસ્થાનનાં પ્રતાપગઢનાં અમજદખાન નામનાં શખ્સે આપ્યો હતો. જેથી તે આરોપીની પણ શોધખોળ માટે ટીમો રવાના કરવામાં આવી છે. ઝડપાયેલો યુવક ડ્રગ્સ કોને આપવાનો હતો અને અગાઉ કેટલી વાર ડ્રગ્સની ડિલિવરી કરી ચુક્યો છે કેટલા ડ્રગ્સ પેડલરનાં સંપર્કમાં છે તે તમામ દિશામાં એસઓજીએ તપાસ હાથ ધરી છે.
(2:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
