<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th December 2024

કથળતી કાયદો વ્યવસ્થાથી લઈને PMJAY યોજનામાં ગેરરીતિ સહિતના મુદ્દે કોંગ્રેસ આક્રમકઃ રાજ્યપાલને આપશે આવેદનપત્ર

BZ કંપનીમાં કરોડો અટવાયા છે ત્યારે દોષી સામે પગલાં સાથે નાણાં પરત અપાવવા સહિતની કાર્યવાહી અંગે સરકાર મધ્યસ્થી કરે તે સહિતના પ્રશ્નો રાજ્યપાલ સમક્ષ રજૂ થશે.

અમદાવાદ :ગુજરાતમાં ઘણા સમયથી કાયદો વ્યવસ્થાથી શરૂ કરી PMJAY યોજનામાં ગેરરીતિ સહિતના મુદ્દે ગુજરાત કોંગ્રેસ સરકારને ભીંસમાં લેવા આયોજન કર્યું છે. પ્રાપ્ત વિગત મુજબ રાજ્યમાં હત્યા, અકસ્માત અને ભ્રષ્ટાચાર સહિતના બનાવો વધી રહ્યા છે. ગુજરાતની પ્રજા આ મુદ્દે પરેશાન છે. 

 દરમિયાન સરકાર દ્વારા આ પ્રકારના વધતા બનાવો સામે જવાબદાર દોષી સામે પગલાં સાથે આ પ્રકારની પ્રવૃત્તિ અટકાવવા આજે ગુજરાત કોંગ્રેસ દ્વારા રાજ્યપાલને આવેદનપત્ર પાઠવવામાં આવશે. ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અને રાજ્યસભામાં સાંસદ શક્તિસિંહ ગોહિલ અને વિધાનસભામાં વિપક્ષના નેતા અમિત ચાવડાના નેતૃત્વમાં આજે બપોરે 3:30 વાગ્યે ગુજરાતના પડતર પ્રશ્નો અંગે આવેદનપત્ર રાજ્યપાલને પાઠવવામાં આવશે.

 

ગુજરાતમાં ગરીબ દર્દીઓના લાભાર્થે વડાપ્રધાન મોદી નેતૃત્વની સરકારે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અમલી બનાવી છે. ગુજરાતમાં અમલી આ યોજના હેઠળ તબીબો સહિત ખાનગી હોસ્પિટલોમાં.થયેલી ગેરરીતિનો પર્દાફાશ થયો છે. જો કે, ગુજરાત સરકારે આ અંગે  તબીબો સહિત દોષી સામે પગલાં લેવાની શરૂઆત કરી છે. પરંતુ સાચા અર્થમાં ગરીબ દર્દી અને તેના પરિવાર સુધી આ યોજનાનો લાભ  સંપૂર્ણ પહોંચી શક્યો નથી. યોજના હેઠળ નકલી આયુષ્માન કાર્ડ સહિતની વિગત બહાર આવી છે. 

 

BZ કંપનીમાં  રોકાણ કરનારા મધ્યમવર્ગીય પરિવારની સ્થિતિ હાલ કફોડી થઈ છે. BZ કંપનીમાં કરોડોનું રોકાણ અને અનેક ગરીબ મધ્યમ વર્ગીય પરિવાર કેટલાક માલેતુજાર અને શિક્ષકો જેવા વ્યવસાયકારોના નાણાં અટવાયા છે ત્યારે દોષી સામે પગલાં સાથે નાણાં પરત અપાવવા સહિતની કાર્યવાહી અંગે સરકાર મધ્યસ્થી કરે તે સહિતના પ્રશ્નો રાજ્યપાલ સમક્ષ રજૂ થશે.  હવે કોંગ્રેસના આવેદનપત્ર અંગે રાજ્યપાલનું વલણ કેવું રહે છે અને ગુજરાતના પ્રશ્નો અંગે રાજ્યપાલના અભિગમ પર સૌની નજર રહેશે.

   ગુજરાત કોંગ્રેસ આગામી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચુંટણી અંગે  લાગુ થનારી અનામત બેઠકો અંગે જોગવાઈ સંદર્ભે પણ સરકારના અભિગમ અંગે પ્રતિભાવ માટે રાજ્યપાલ મધ્યસ્થી કરે તે મુદ્દે પણ ગુજરાત કોંગ્રેસ રાજ્યપાલને રજૂઆત કરી શકે છે.  ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યો અને પદાધિકારી આજે બપોરે 3.30 કલાકે. સર્કીટ હાઉસ એકત્ર થશે અને ત્યારબાદ તેઓ રાજભવન ખાતે રાજ્યપાલને આવેદનપત્ર પાઠવવા જશે.

(2:13 PM IST)