<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th December 2024

‘સફારી'માં વાંચો.. વીસ વર્ષ પહેલા સુનામીએ ભારત સહિત ૧૪ દેશોમાં કેવો પ્રલય ફેલાવ્‍યો?

ડિસેમ્‍બર ૨૦૨૪નો જ્ઞાનથી ભરપુર રોચક અંક પ્રસિધ્‍ધ : ચૂંબકિય તારો મેગ્નેટર કઇ રીતે સર્જાય છે? ખાંડને બદલે કળત્રિમ ગળપણ લેવાનું રાખો તો વજન ઘટે? મગજ વિશે યાદ રાખવાની મગજમારી, રેલવેની ગૂડ્‍સ ટ્રેનો અને તેમના વેગનો વિશે અવનવું સહિત અનેક લેખો અને નોલેજનો ખજાનો

રાજકોટ, તા.૧૬ : બુધ્‍ધિશાળી વાચકો માટેનું મેગેઝીન એટલે સફારી. આદભૂત ટેગલાઇન સાથે માસિક વિજ્ઞાન અને સામાન્‍ય જ્ઞાનનું સામાયિકનો ડિસેમ્‍બર ૨૦૨૪ નો અંક પણ રસ-દ આવી ગયો છે. તંત્રી, મુદ્રક અને પ્રકાશક શ્રી નગેન્‍દ્ર વિજય દ્વારા ફરી વિદ્યાર્થીઓ અને અને મોટેરાઓ માટે જ્ઞાન ખજાનો ખુલ્લો મુકયો છે. વીસ વર્ષ પહેલા સુનામીએ ભારત સહિત ૧૪ દેશોમાં કેવો પ્રલય ફેલાવ્‍યો? વાંચનના આ મુખ્‍ય આકર્ષણ સાથે અનેક રોચક જાણકારીઓ દર વખતની જેમ આ અંકમાં પણ ઠાલવી છે.

તંત્રીશ્રી નગેન્‍દ્ર વિજયજીએ ઇવીએમનું આંગણું સાચેજ વાકું છે? ઉપર શરૂમાંજ ચૂંટણી અને ઇવીએમ મશીન પર અદભૂત છણાવટ કરી છે. ડિસેમ્‍બર ૨૦૨૪ ના અંકમાં અમેરિકાના પ્રમુખ રિચાર્ડ બાટલીબોય નિક્‍સનનો બીજા વિશ્વયુધ્‍ધ વખતનો પ્રસંગ વણી લેવાયો છે. તો સફારીના ડેટાબેઝ માંથી કોલમમાં તસવીરો સાથે મજ્‍જાની છતાં અજાણી વાતો જોવા સાથે વાંચવા મળશે. સુગર ધરાવતા લોકો માટે રસપ્રદ લેખ ૅખાંડને બદલે કળત્રિમ ગળપણ લેવાનું રાખો તો વજન ઘટે?ૅ રોચક માહિતી સાથે અપાયો છે.

ખિસ્‍સાના ક્રેડિટ કાર્ડને ભૂસી નાખે તેવો ચૂંબકિય તારો મેગ્નેટર કઇ રીતે સર્જાય છે? સમર્થ વ્‍યાસ દ્વારા ડિટેઇલમાં માહિતી અપાઇ છે. ટાઇટલ લેખ નગેન્‍દ્ર વિજયજીએ તેમની કલમે કંડાર્યો છે. ૨૦ વર્ષ પહેલાના ડિસેમ્‍બરે ઇન્‍ડોનેશિયાના પ્રચંડ ભૂકંપે સર્જેલું સુનામીનું મોજુ જ્‍યારે સવા બે લાખ લોકો માટે અકાળ મોતનો પિછાડો બન્‍યું તે વિશે રૂંવાડા ખડા કરી દે તેવી અદભૂત જાણકારી તેમણે આપી છે. જેમાં ભારત સહિત ૧૪ દશોમાં કેવો પ્રલય થયો હતો તે દર્શાવાયું છે. તો વળી લેખક ડી.એન કૌશિકએ મગજ વિશે યાદ રાખવાની મગજમારીને ‘મેમરીનુ ગોળ અને ખોળ' શિર્ષક હેઠળ બખુબી વર્ણવી છે.

વિજ્ઞાન, ગણિત, ઇતિહાસ, રાજકારણ અને તાજા બનાવો જેવા વિષયોનો સમાવેશ સાથે દર વખતની જેમ 'ફેક્‍ટફાઇન્‍ડર', સામાન્‍યજ્ઞાન ની -‘ોતરી, 'સુપર સવાલ', 'સુપર ક્‍વિઝ', 'માઇન્‍ડ ગેમ્‍સ' જેવા વિભાગો તો વાંચનનો રસથાળ પીરસે છે. કોલ્‍ડ ફયુઝનનું ઠરેલું તાપણું, રેલવે ની ગૂડ્‍સ ટ્રેનો અને તેમના વેગનો વિશે અવનવું, વાંચકનો -તિભાવ સહિત એક દળદાર અંક બુધ્‍ધિશાળી વાચકોને નોલેજનો વધુ એક ડોઝ આપવા આવી ગયું છે. હર્ષલ પબ્‍લીકેશન દ્વારા ડિસેમ્‍બર ૨૦૨૪ નો અમક ૩૬૩ પ્રસિધ્‍ધ થઇ ચૂકયો છે. સંપૂર્ણ કલરમાં પ્રકાશીત સફારી ગુજરાતી માસિક મેગેઝીન એટલું પ્રચલિત છે કે અગાઉ પ્રગટ થયેલા એક પછી એક અંકની નકલો ખૂટતી જાય છે. હવે પ્રાપ્‍ય નથી. વાંચોકોએ પૂછેલા પ્રશ્નોના સચોટ ઉત્તર ઉપરાંત અદભૂત કલર ફોટોગ્રાફ્‌સ દ્વારા તૈયાર થયેલ અંક વાંચકોની વાંચનભૂખને ભાંગે એવો રસાળ છે. જેને વાંચવો ગમશેજ તેની ગેરંટી. (૩૭.૫)

સફારી

અંક : ૩૬૩ ડિસેમ્‍બર ૨૦૨૪

તંત્રી, મુદ્રક અને પ્રકાશક :

શ્રી નગેન્‍દ્ર વિજય

ડિજીટલ : પાર્થ મિષાી

વેબસાઇટ ડિઝાઇન : અતુલ જ. ટાંક

પત્ર વ્‍યવહારનું સરનામુ : હર્ષલ પબ્‍લીકેશન, ૪૦૧-૪૦૪, આર્યન ગ્‍લોરિયા કમર્શિયલ કોમ્‍પલેક્‍સ, એસબીટીસીની બાજુમાં, ગાલા જિમખાના લેન, સાઉથ બોપલ, અમદાવાદ-૩૮૦૦૫૮

ફોન : ૦૨૭૧૭ ૪૮૮ ૫૫૦

કિંમત : રૂ. ૧૦૦

(2:35 PM IST)