News of Wednesday, 18th December 2024
સાલમપાક ,અડદિયા , ગુંદરપાક, ખજૂરપાક, મેથી લાડુ, સોન હલવાની માગ
લક્કડિયા ઠંડી : શિયાળામાં તેજાના યુકત વસાણાનો કરોડોનો વેપાર શરીરને તરોતાજા રાખવા ચ્યવનપ્રાસ, આદુપાક, સૂકામેવા-તેજાના યુક્ત વસાણા ઉપયોગી

વડોદરા, તા.૧૮: લક્કડિયા ઠંડીના માહોલમાં વહેલી સવારે બાગ-બગીચા-ઉદ્યાનો મોર્નિંગ વોકર્સથી ઊભરાય છે.
જિમ્નેશિયમોમાં યુવાન-યુવતીઓ પરસેવો પાડે છે. જ્યારે, બીજીબાજુ મોટાભાગના નગરજનો ઠંડી ઉડાડવા સહિત શરીરને જ તરોતાજા-સુદ્રઢ રાખવા ચ્યવનપ્રાશ, આદુપાક, સુકામેવા-તેજાના યુક્ત વસાણાનો સહારો લે છે.
શહેરમાં ઠંડીએ જમાવટ કરતા રાજમાર્ગો પર સૂર્યાસ્ત બાદ વાહન- વ્યવહાર ઘટે છે ઊનીવસ્ત્રો પરિધાન કરવા છતાં ઠંડી કંપાવે છે. અલબત્ત, શહેરમાં મીઠાઈ-ફરસાણની ૪૦૦ દુકાનો સહિત સ્વીટમાર્ટના મોટા ૧૨, વેપારીઓને ટંકશાળ પડતા ગલ્લામાં ગરમી વર્તાય છે. શહેરમાં સાલમપાક, મેથીના લાડુ, અડદીયા, ગુંદરપાક, સોહાગસૂંઠ, ખજૂરપાક, સોન હલવો સહિત વસાણાનો વેપાર વધ્યો હોવાનું મહાવીરસિંહ રાજપુરોત્તિતે ઉલ્લેખ્યું હતું. શહેર-જિલ્લામાં વિવિધ પ્રકારની મીઠાઈ રૂ.૩૫૦શી૧૭૦૦ના ભાવે ૧ કિલો મળે છે.
જ્યારે, શહેરમાં ૧૨૫ વર્ષથી પેઢી દર પેઢીથી ૬૦ કરતા વધુ પ્રકારની મીઠાઈનો વ્યવસાય કરતા રાકેશ સુખડિયાએ ઉલ્લેખ્યું હતું કે આ વર્ષે પણ સુગર ફી વસાણાની બોલબાલા વધી છે. સુશોભિત પેકિંગ, કારીગરોની મજૂરી, દૂધ-ઘી, સૂકામેવા-તેજાના સહિત રો-મટિરીયલ્સના ભાવ વધતા વસાણાનો ભાવ ૧૦ થી ૧પટકા વધ્યો છે. અલબત્ત, ઠંડી જેમ-જેમ જમાવટ કરતી જાય છે જે સાથે સાથે વસાણાનું વેચાણ વધી રહયું હોઈ વેપારીઓ ખુશ છે
ઋતુ પ્રમાણે મીઠાઇની માગમાં વધારો
શિયાળામાં વસાણાની માગ વધે છે. જ્યારે, ઉનાળા-લગ્નસરામાં મોહનથાળ-મગજ, ૪ પ્રકારની ઘારી સહિત ઋતુને અનુરૂપ મીઠાઇની બોલબાલા વધે છે.
છેલ્લાં વર્ષો દરમિયાન ગળ્યા-મોળા-મસાલાયુક્ત ખાજાનું બજાર પણ ખુલ્યું છે.
તલ-ગોળ-અળસીના બિસ્કિટ-ચીકી
ઠંડીનો સામનો કરવા તજ-લવિંગ-ખજુર-તેજાના-સુકામેવા-ઓરેન્જ પીલ યુક્ત પ્લમ કેક સહિત કાળા તલ-ગોળ-અળસીના બિસ્કિટ- ચિક્કીની માગમાં પણ ધરખમ વધારો થયો છે. ક્રિસમસ દરમિયાન પ્લમ કેકની માગ જેટ ગતિએ વધશે
(7:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
