News of Wednesday, 18th December 2024
અમદાવાદમાંથી MD ડ્રગ્સ પકડાયુ એકની ધરપકડ

અમદાવાદ તા. ૧૮: શહેર માંથી ફરી એક વખત MD ડ્રગ્સ ઝડપાયું છે. SOGએ MD ડ્રગ્સ સાથે એક આરોપીની ધરપકડ કરી છે. ઇસનપુર વિસ્તારમાંથી પ્રમનારાયણ મીણા નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ ડ્રગ્સ પ્રાથમિક તપાસમાં રાજસ્થાનથી લાવ્યો હોવાનું જાણવા મળે છે. તેની પાસેથી મેફેડ્રોન (MD) ડ્રગ્સનો ૨૦૦. ૭૦૦ ગ્રામ ર્ડ્ગસ મળી આવ્યું હતું. જેની બજાર કિંમત ૨૦ લાખ ૭ હજાર જેટલી થવા જાય છે.
આરોપી પ્રેમનારાયણ ઉર્ફે નાનુરામ મીણા મેફેડ્રોન ડ્રગ્સ સપ્લાયર તરીકે અવાર નવાર અમદાવાદ ખાતે ડ્રગ્સની સપ્લાય કરવા આવે છે અને કોઇ પોલીસ તેને રોકે અથવા પકડે તો પોલીસની આંખમા મર્ચી પાઉડર નાખીને ભાગી જવાની મોડસ ઓપરેન્ડી ધરાવતો હતો.
(3:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
