<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th December 2024

સુરતમાં હીરાની મંદીએ લીધો વધુ એકનો ભોગઃ રત્‍નકલાકારે તાપીમાં કુદી જીવ દીધો

સુરતઃ છેલ્લા બે-અઢી વર્ષથી ચાલી રહેલી હીરાની મંદી હવે વધુ ઘેરી બની છે. સુરતમાં રત્‍નકલાકારોની હાલત કફોડી થઈ ગઈ છે. ત્‍યારે દિવાળી બાદ હજુ પણ ઘણા કારખાના શરૂ થયા નથી. આવા કપરા સંજોગોમાં રત્‍નકલાકારો આત્‍મહત્‍યા કરી રહ્યા હોવાનો વધુ એક કેસ નોંધાયો છે. 

ઉધના વિસ્‍તારમાં આવેલા વિજયનગરમાં માં દિપક ઠાકોર પરિવાર સાથે રહેતો હતો. છેલ્લા પાંચ વર્ષથી તે રત્‍નકલાકાર તરિકે કામ કરતો હતો. જો કે, હીરાની મંદીમાં તેને દિવાળી બાદ કામ મળતું નહોતું. રોજ કામ શોધવા જતો પરંતુ સફળતા મળતી નહોતી. જેથી ઘરેથી કામ શોધવા જતો હોવાનું કહીને બ્રિજ પરથી તાપી નદીમાં ઝંપલાવી દીધું હતું. બાદમાં શોધખોળ કરતાં તેનો મળતદેહ મળ્‍યો હતો. હાલ તેના મળતદેહને પીએમ માટે મૂકી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(3:09 PM IST)