તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 18th December 2024
ઉત્તરપ્રદેશમાં કુંભમેળા માટે અમદાવાદથી ૩ સ્પેશ્યલ ટ્રેન દોડાવાશે
ર૧ ડિસેમ્બરથી યાત્રીકો તેનું બુકીંગ કરાવી શકશે

અમદાવાદ, તા., ૧૮: ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં યોજાનારા કુંભ મેળા માટે પેસેન્જરોના ઘસારાને પહોંચી વળવા માટે રેલવે અમદાવાદથી ૩ અને રાજ્યમાં ૭ સ્પેશિયલ ટ્રેન દોડાવવાની જાહેરાત કરવામાં આવી છે. તમામ ટ્રેન મહાકુંભ સ્થળ પ્રયાગરાજ થઈ આગળના સ્ટેશન સુધી લઈ જવાશે. આ ટ્રેન માટેનું બુકિંગ ૨૧ ડિસેમ્બરથી શરૂ કરવામાં આવશે.
રેલવે દ્વારા દોડાવનાર સ્પેશિયલ ટ્રેનમાં ટ્રેન નંબર ૦૯૪૧૩ સાબરમતી-બનારસ મહાકુંભ સ્પેશિયલ ૧૬ જાન્યુઆરી અને ૫,૯,૧૪,૧૮ ફેબ્રુઆરીએ સવારે ૧૧ વાગ્યે સાબરમતીથી ઉપડશે અને બીજા દિવસે બપોરે ૨.૪૫ એ બનારસ પહોંચશે. જ્યારે ટ્રેન નંબર ૦૯૪૨૧ સાબરમતી-બનારસ મહાકુંભ સ્પેશિયલ વાયા ગાંધીનગર કેપિટલ ટ્રેન ૧૯,૨૩,૨૬ જાન્યુઆરીના રોજ સાબરમતીથી સવારે ૧૦.૨૫ વાગે ઉપડશે અને બીજા દિવસે બપોરે ૨.૪૫ વાગે બનારસ પહોંચશે.
આ ટ્રેનમાં સેકન્ડ એસી, થર્ડ એસી, સ્લીપર અને જનરલ કોચ ધરાવતી આ બંને ટ્રેન બંને દિશામાં મહેસાણા, પાલનપુર, આબુરોડ, પિંડવાડા, ફાલના, બિયાવર, અજમેર, જયપુર, બાંદીકૂઈ, આગ્રા ફોર્ટ, ટુંડલા, ઈટાવા, ગોવિંદપુરી, ફતેહપુર, પ્રયાગરાજ અને જ્ઞાનપુર સ્ટેશન પર ઊભી રહેશે
(3:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
