તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Wednesday, 18th December 2024
અમદાવાદના ગોતા વસંતનગર ટાઉનશીપ પાસે ખાનગી સ્કૂલની બસમાં ભીષણ આગ લાગતા બસ બળીને ખાખ: જાનહાની ન થતા હાશકારો
સદનસીબે ડ્રાઇવરે સમયસૂચકતા વાપરીને વિદ્યાર્થીઓને નીચે ઉતારી દેતા જાનહાનિ ટળી : આગ લાગવાના કારણ અંગે તપાસ

અમદાવાદ તા.૧૮ : ગોતા પાસે સ્કૂલ બસમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. ડ્રાઈવરે સમય સૂચકતા વાપરી બાળકોને સલામત બસમાંથી નીચે ઉતાર્યા હતા. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાની સર્જાઈ નહોતી.
ગોતામાં આજે એક ખાનગી સ્કૂલની બસમાં ભીષણ આગ લાગી હતી. આગના કારણે બસ આખી બળીને ખાખ થઇ ગઇ હતી. જો કે, સદનસીબે ડ્રાઇવરે સમયસૂચકતા વાપરીને વિદ્યાર્થીઓને નીચે ઉતારી દેતા જાનહાનિ ટળી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર ગોતાના વસંત ટાઉનશિપ પાસે એપોલો સ્કૂલની બસમાં આગ ભભૂકી ઉઠી હતી. પ્રચંડ આગના કારણે સ્કૂલ બસ ભડભડ સળગી ઉઠી હતી. સ્કૂલ બસમાં આગ લાગતા વિદ્યાર્થીઓને સલામત ઉતારી લેવાયા હતા. ફાયરબ્રિગેડની 2 ગાડી ઘટનાસ્થળે જઇને આગ ઉપર કાબુ મેળવ્યો છે. આ ઘટનાના પગલે સોલા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર ફાયર વિભાગની ટીમની સાથે ઘટના સ્થળે પહોંચ્યા. તેમણે ઘટના સ્થળે તપાસ કરી અને આગ લાગવાના કારણની માહિતી મેળવવાનો પ્રયત્ન કર્યો. જોકે, હજુ એ ખબર પડી નથી કે બસમાં આગ કેવી રીતે લાગી. બસમાંથી ધૂમાડો નીકળી રહ્યો હતો. બાળક બસમાંથી ઉતરી રહ્યા હતા. બાળકોને ઝડપથી બસમાંથી ઉતારવામાં આવ્યા. ત્યારે બસથી આગની જ્વાળાઓ નીકળવા લાગી. હાલ આ સ્કૂલ બસમાં આગની ઘટનામાં કોઇ જાનહાનિના સમાચાર નથી.
(4:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
