<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th December 2024

રવિવાર પછી હવામાનમાં પલટો આવશે: દક્ષિણ ગુજરાતઅને સૌરાષ્ટ્રમાં ઝાપટા પડશે: પરેશ ગોસ્વામીની આગાહી

27 ડિસેમ્બર સુધી ગુજરાતના કેટલાક ભાગોમાં ઘાટા વાદળો ઘેરાતા હવામાનમાં પલટો આવશે અને છૂટાછવાયા ઝાપટા પડશે

અમદાવાદ :ગુજરાતમાં શિયાળાની ઋતુ મોડા-મોડા પણ જામી છે. છેલ્લા 2-3 દિવસથી મહત્તમ તાપમાન ઊંચુ જતાં ઠંડીમાં આંશિક રાહત મળી છે. જો કે વહેલી સવારે અને સૂર્યાસ્ત બાદ હાડ થીજવતી ઠંડીને અહેસાસ થઈ રહ્યો છે, ત્યારે જાણીતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગામી દિવસોમાં વાતાવરણમાં પલટાને લઈને મોટી આગાહી કરી છે.

પરેશ ગોસ્વામીના જણાવ્યા મુજબ, આગામી 21 ડિસેમ્બર સુધી પવનની દિશામાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નહીવત છે. જો કે આવતીકાલ એટલે કે 19 ડિસેમ્બરથી તાપમાન એક થી બે ડિગ્રી નીચું જઈ શકે છે. જેના પરિણામે 3 દિવસ સુધી ઠંડીનો માહોલ જામશે. આગામી 21 ડિસેમ્બર સુધી કાતિલ ઠંડીનો રાઉન્ડ રહેશે.

 

જે બાદ ગુજરાતના કેટલાક ભાગોમાં ઘાટા વાદળો ઘેરાશે, જેના પરિણામે વાદળવાયું વાતાવરણ જોવા મળશે. આગામી 27 ડિસેમ્બર સુધી ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળશે. જેમાં દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, નવસારી, સુરત, ડાંગ, રાજપીપળા અને ભરૂચ જેવા વિસ્તારોમાં હવામાનમાં પલટો આવી શકે છે. જે બાદ જેમ-જેમ સમય પસાર થતો જશે, તેમ-તેમ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વાદળ છાયું વાતાવરણ થતું જશે.

જો કે આ હવામાન પલટો ગુજરાતના 40 થી 50 ટકા ભાગમાં જ જોવા મળશે. એટલે કે જ્યાં વાદળવાયું વાતાવરણ રહેશે, તે પૈકી કેટલાક ભાગોમાં છૂટાછવાયા ઝાપટા પણ પડી શકે છે.

(11:14 PM IST)