<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th December 2024

રાજપીપળાના કેટલાક વિસ્તારોમાં પાણી આવવાના સમયે લાઇટની આવન જાવનથી ગૃહિણીઓ હેરાન

આમ તો ચોમાસા દરમિયાન વ્યવસ્થિત વીજ પુરવઠો રહ્યો હતો પરંતુ હાલ શિયાળામા સમસ્યા ઉદભવી

( ભરત શાહ દ્વારા ) નર્મદા:નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળા શહેરના કેટલાક વિસ્તારો માં ઘણા દિવસોથી લાઇટની આવન જાવનથી લોકો કંટાળી ગયા છે જેમાં ખાસ કરીને સાંજે પાલિકાનું પાણી આવવાના સમયે જ બે ત્રણ વાર લાઇટ જતા પાણીની તકલીફ થતા ગૃહિણીઓમાં રોષ જોવા મળ્યો છે

  જોકે ચોમાસા દરમિયાન આ વર્ષે વ્યવસ્થિત વીજળી મળી હતી અને ખાસ લાંબો સમય વીજ પુરવઠો બંધ નથી રહ્યો જેના કારણે ગ્રામજનો ને ખાસ કોઈ તકલીફ વેઠવી પડી નથી પરંતુ હાલ શિયાળાની કડકડતી ઠંડીમાં અમુક દિવસે પાણી આવવાના ટાઈમે જ લાઇટ આવતી જતી હોવાની સમસ્યા આવતા પાણી ટાંકીમાં નહી ભરાતા લોકો તકલીફમાં મુકાઈ રહ્યા છે માટે વીજ કંપની આ બાબતે યોગ્ય કરે તેવી લોક માંગ છે.

(11:30 PM IST)