તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 18th December 2024
કેવડિયામાં રહેતી ૧૫ વર્ષીય વિદ્યાર્થિનીએ વર્ષગાંઠના દિવસે જ ફાંસો ખાઈ આપઘાત કરતા ગમગીની
વર્ષગાંઠ હોવાથી શાળામાં નહી જવા બાબતે પિતાએ ઠપકો આપતા આ પગલું ભર્યું

( ભરત શાહ દ્વારા : નર્મદા :નર્મદા જિલ્લાના કેવડિયા કોલોનીના તણખલા રોડ પર આવેલી સ્વામિનારાયણ ગુરુકુળમાં અભ્યાસ કરતી ૧૫ વર્ષની વિદ્યાર્થિની એ ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા પોલીસે આ અકસ્માત મોત નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર અર્જુનસિંહ ભૂપેન્દ્રસિંહ રાઠોડ (રહે.કેવડીયા કોલોની કેટેગરી ૩ બ્લોક નં ૧૦ રૂમ નં ૫૫ તા.ગરૂડેશ્વર જી.નર્મદા મુળ રહે નિશાળ ફળીયુ, ખુટકર ગામ તા શહેરા, જી.પંચમહાલ )નાઓ એ પોલીસ માં જાણ કર્યા મુજબ તેમની દીકરી રક્ષા અર્જુન રાઠોડનો ગઈકાલે જન્મદિવસ હતો. અને એ પોતાના જન્મદિવસ ના કારણે તેની સ્કૂલે ગઈ ન હતી. માટે સ્કૂલે ન જતા તેના પિતાએ ઠપકો આપતા તેને લાગી આવતા કેવડિયા બજારની પાછળમાં આવેલ તેના પિતાના રહેઠાણે દુપટ્ટાનો ફાંસો બનાવી પંખે બાંધી લટકી આત્મહત્યા કરી લેતા તેનું મોત થયું હતું. આ બાબતની કેવડિયા પોલીસને જાણ થતા કેવડિયા પોલીસે અકસ્માત મોત નો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
(11:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
