News of Thursday, 19th December 2024
કડીના ખેરપુર નજીક હોટલ પાસે હથિયારોથી કરેલા હુમલા કેસમાં 10 આરોપીઓને 7 વર્ષની કેદની સજા
2018માં કડીના ખેરપુર નજીક કલાપી હોટલ પાસે 10 આરોપીઓએ લાકડીઓ તલવારો વડે ઘાતક હુમલો કરેલો

મહેસાણાના કડીના ખેરપુર નજીક 2018માં હોટલ કલાપી ખાતે લાકડી અને તલવારથી કરેલા ઘાતક હુમલા કેસમાં ઝડપાયેલા 10 આરોપીને કોર્ટે સાત વર્ષની સજા અને 50,000નો દંડ ભરવાની સજા ફટકારી છે.
2018માં કડીના ખેરપુર નજીક કલાપી હોટલ પાસે 10 આરોપીઓએ લાકડીઓ તલવારો વડે ઘાતક હુમલો કરેલો હતો. સેશન્સ જજ સી એમ પવારે, સરકારી વકીલ અશોકભાઈ એસ મકવાણાની દલીલો ગ્રાહ્ય રાખીને 10 આરોપીઓ ને 7 વર્ષની સજા , દરેકને 50,000 દંડની સજા ફટકારી છે
(12:47 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
