<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th December 2024

ઘરસંસાર જાળવી રાખવા પતિએ 9 વર્ષની તપશ્ચર્યા કરી :પત્નીમાં કોઈ ફેરફાર નહીં થતા પતિએ લીધા છૂટાછેડા

આખરે કોર્ટના નિર્ણય પછી પત્ની સાસરે તો ગઈ પરંતુ ત્યારે ઘરકામ વાળી આવી ન હતી, તો ઘરની સફાઇ થઇ ન હતી. તો ઘરને ગંદુ જોઇને કહ્યું કે મારાથી સફાઇ નહી થાય આમ કહીને તે ફરી તેના માવતર જતી રહી

સુરતમાં પત્નીને પામવા માટે પતિએ 9 વર્ષ સુધી કઠોર તપસ્યા કરી હતી. પત્ની આખો દિવસ ફોન વાપરતી, ઘરનું કોઇ પણ કામ કરવામાં સ્પષ્ટ ના કહી દેતી હતી. નાની નાની બાબતોમાં પિયર જતી રહેતી હતી. પતિને તેના 9 વર્ષના બાળકની હંમેશા દૂર રાખતી હતી. પતિએ આખરે કંટાળીને કોર્ટમાં છૂટાછેડા માટે અરજી કરી હતી. એડવોકેટની દલીલોને ધ્યાને રાખીને કોર્ટે અરજી મંજૂર કરી હતી.

મળતી માહિતી પ્રમાણે આ દંપતીના લગ્ન વર્ષ 2014માં થયા હતા. પત્ની ગર્ભવતી થતા તે પિયર જતી રહી હતી અને ત્યાં જ પુત્રને જન્મ આપ્યો હતો. આ તરફ પતિએ પરત આવવા માટે અનેક વાર કહ્યું હતું, પરંતુ પત્ની તે વાતને હંમેશા ઇગ્નોર કરતી હતી. આ રીતે 9 વર્ષ જેટલો લાંબો સમયગાળો પસાર થઈ ગયો હતો. ઘર સંસાર જાળવી રાખવા માટે આ દરમિયાન પતિએ કોર્ટમાં કરેલી અરજીના અનુસંધાનમાં કોર્ટે સાથે ફરવા, ફિલ્મ જોવા કે સમય પસાર કરવાનું પણ કહ્યું હતું, પરંતુ પત્ની માનવા માટે તૈયાર જ ન હતી. બાળકને પણ પિતાને મળવા દેતી ન હતી.

પત્ની કહેતી હતી કે તેને લગ્ન ફક્ત તેના માતા-પિતાના કહેવાથી કર્યા હતા. આખરે કોર્ટના નિર્ણય પછી પત્ની સાસરે તો ગઈ હતી, પરંતુ જે દિવસે પત્ની સાસરીયે આવી ત્યારે ઘરકામ વાળી આવી ન હતી, તો ઘરની સફાઇ થઇ ન હતી. તો ઘરને ગંદુ જોઇને કહ્યું કે મારાથી સફાઇ નહી થાય આમ કહીને તે ફરી તેના માવતર જતી રહી હતી. પિયર ગયા બાદ પરિણીતાએ બધા જ સંબંધો કાપી નાંખ્યા હતા. સાસરી પક્ષમાં કોઈ જ પ્રસંગમાં હાજરી આપતી ન હતી. અને દીકરાને પણ મોકલતી ન હતી.

(12:01 PM IST)