News of Thursday, 19th December 2024
અમદાવાદમાં હવે કાંકરિયા કાર્નિવલની તડામાર તૈયારીઓ
કોમેડી શો, સંગીત અને નૃત્યનું પ્રદર્શન કરવામાં આવશે અને રાત્રીના સમયે જાણીતા કલાકારો દ્વારા ભવ્ય આયોજન

અમદાવાદમાં હવે કાંકરિયા કાર્નિવલની તૈયારીઓ ધામધુમથી તૈયારીઓ ચાલી રહી છે. આ કાંકરિયા કાર્નિવલ 25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી યોજાશે. તેના માટે વિવિધ પ્રકારની ભવ્ય સ્ટેજ, લાઈટિંગ વગેરે શરૂ કરવી દેવામાં આવી છે. અને કાર્નિવલમાં વિવિધ પ્રકારના પ્રોગ્રામો અને ગાયક કલાકારો પણ ભાગ લેશે. કાર્નિવલમાં કાંકરિયા પ દિવસમાં લાખોની સંખ્યામાં લોકો હાજરી આપતા હોય છે.
દર વર્ષની જેમ આ ફરે પણ કાંકરિયા કાર્નિવલમની ઉજવણી કરવામાં આવશે. તેની તૈયારીઓ જોરદાર ચાલી રહી છે. કાંકરિયા પર જતા રસ્તાઓ પણ નવા બનાવાવમાં આવી રહ્યા છે. કાર્નિવલમાં ભવ્ય સ્ટેજ શો, લાઈટિંગ અને ડેકોરેશનની તૈયારીઓ ચાલી રહી છે.
આ કાર્નિવલ તા 25 તારીખથી 31 ડિસેમ્બર સુધી ચાલવાની છે. તેને અંદર જવા માટે ફ્રિમાં લોકો પ્રવેશ આપવામાં આવશે. અને ત્યા પ દિવસ કોમેડી શો, સંગીત અને નૃત્યનું પ્રદર્શન કરવામાં આવશે. અને રાત્રીના સમયે જાણીતા કલાકારો દ્વારા ભવ્ય આયોજન પણ કરવામાં આવેશે.
(12:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
