News of Thursday, 19th December 2024
વધુ ૯ મ્યુનિસીપલ કોર્પોરેશનની રપ ડિસેમ્બરે વિધિવત જાહેરાત
કુલ ૧૭ મહાનગરપાલિકા બનશે : સૌરાષ્ટ્ર-કચ્છની ૪ નગરપાલિકાનો સમાવેશ

રાજકોટ : ગુજરાતમાં વધુ ૯ મહાનગરપાલિકાનો ઉમેરો થશે. રપ ડિસેમ્બરે ‘‘સુશાસન દિવસે'' સરકાર રાજયની ૯ મહાપાલિકા વિશે વિધિવત જાહેરાત કરશે. આ ૯ નગરપાલિકાઓને મહાનગરપાલિકાનો દરજજો મળશે પછી રાજયમાં મહાપાલિકાની સંખ્યા ૧૭ થઇ થશે. નવસારી, વાપી, મહેસાણા ઉપરાંત નડિયાદ, સુરેન્દ્રનગર, ગાંધીધામ, મોરબી અને સાથે જ પોરબંદર અને આણંદ પણ નગરપાલિકામાંથી મહાપાલિકા બનશે.
સૂત્રોએ જણાવ્યું હતું કે નવા અધિકારીઓની સંભવિતઃ નિમણુંક સહિતની વહીવટી પ્રક્રિયાઓને અંતિમ સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે.
મુખ્યમંત્રી કાર્યાલયે તમામ જરૂરી ઔપચારિકતાઓ પૂર્ણ કરવા માટે સંબંધિત વિભાગોને સુચના આપી દીધી છે. એવી માહિતી પણ મળી છે કે, હાલના નગરપાલિકા વિસ્તારમાં સમાવિષ્ટ વિસ્તાર ઉપરાંત આસપાસના ગામોને પણ કોર્પોરેશન વિસ્તારમાં સમાવી લેવામાં આવશે. નવી મહાપાલિકાને વિકાસ કાર્યો માટે નવા બજેટમાં નોંધપાત્ર ગ્રાન્ટ પણ ફાળવવામાં આવનાર છે. હાલમાં અસ્તિત્વમાં રહેલ નગરપાલિકાઓઃ અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર, જૂનાગઢ, ગાંધીનગર અને ભાવનગર.
રાજયમાં આ ૯ નગરપાલિકા હવે મહાનગરપાલિકા બનશે. નવસારી, વાપી, મહેસાણા, નડિયાદ, સુરેન્દ્રનગર, ગાંધીધામ, મોરબી, પોરબંદર અને આણંદ.
(3:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
