News of Thursday, 19th December 2024
ગુજરાતમાં જનધન યોજના હેઠળ ૧.૯૦ કરોડ ખાતા ખૂલ્યા
સંસદમાં નરહરિ અમીનને જવાબઃ અકસ્માત વીમાનો લાભ

રાજકોટઃ ૧૯: શ્રી નરહરિ અમીન (સંસદસભ્ય રાજયસભા) દ્વારા પ્રધાનમંત્રી જનધન યોજનામાં દેશભરમાં અને ગુજરાતમાં લાભાર્થીઓની સંખ્યા અને યોજના હેઠળ લાભાર્થીઓને શું લાભ મળે છે. તે બાબતે પૂછેલ પ્રશ્નના તેના અનુસંધાને નાણા રાજયમંત્રી શ્રી પંકજ ચોૈધરીજીએ જવાબ આપતા જણાવ્યું હતું. કે તા. ૧૩-૧૧-૨૦૨૪ની સ્થિતિએ દેશમાં પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ ૫૩.૯૯ કરોડ ખાતા ખોલવામાં આવ્યા છે.
તેઓએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ લાભાર્થીઓને રૂા. ૧૦૦૦૦/- નાઓવર ડ્રાફટની સગવડ મળે છે અને રૂા. ૨ લાખ ના અકસમાત વીમાના ઇન્બિલટ કવચ સાથેનું રૂપી ડેબિડ કાર્ડ આપવામાં આવે છે. વીમાની લાભ જો ખાતાધારક દ્વારા અકસ્માતની તારીખ સહિત આગળના ૯૦ દિવસમાં રૂપી ડેબિડ કાર્ડ દ્વારા કોઇપણ માધ્યમનો ઉપયોગ કરીને ઓનલાઇન નાણાકીય/ બિન નાણાકીય ટ્રાન્ઝેકશન કર્યુ હોય તો તેને વીમાનો લાભ મળે છે.
(4:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
