News of Thursday, 19th December 2024
મહેસાણા ફૂડ વિભાગે 16 ઓક્ટોબરે મહેશ પટેલના ઉમા એન્ટરપ્રાઇઝ ગોડાઉનમાંથી લીધેલા નમૂના અને પટેલ ભાર્ગવના ગોડાઉનમાંથી લીધેલા નમૂના ફેઇલ :પટેલ ભાર્ગવના નમૂનાના હજુ બે રિપોર્ટ બાકી
ઊંઝા કોર્ટમાં અત્યાર સુધીમાં કુલ 4 કેસ દાખલ : 2023 માં એક અને 2024 માં ત્રણ કેસ દાખલ કર્યા બાદ તપાસનો ધમધમાટ

મહેસાણા તા.૧૯
મહેસાણા જિલ્લાનું ઊંઝા એટલે જીરું નગરી. આ જીરું નગરીમાં પણ અનેક વાર નકલી જીરી ઝડપાતું હોય છે. હવે તો સ્થિતિ એવી બની છે કે, ડુપ્લીકેટ જીરું અને વરિયાળીમાં ઊંઝા મોખરે હોય તેમ લાગી રહ્યું છે. મહેસાણા ફૂડ વિભાગ ઊંઝા અને આસપાસના વિસ્તારમાં સતત રેડ કરી રહ્યું છે. તેવામાં હવે મહેસાણા ફૂડ વિભાગે 16 ઓક્ટોબરે લીધેલા નમૂના ફેઇલ થયા છે. નોંધનિય છે કે, ઊંઝા કોર્ટમાં અત્યાર સુધીમાં કુલ 4 કેસ દાખલ કરવામાં આવ્યા છે.
જીરું નગરી તરીકે વિશ્વ વિખ્યાત ઊંઝામાં મહેસાણા ફૂડ વિભાગ સતત રેડ કરી રહ્યું છે. અનેક વાર નકલી જીરું પણ ઝડપાય છે. આ બધાની વચ્ચે મહેસાણા ફૂડ વિભાગે 16 ઓક્ટોબરે લીધેલા નમૂના ફેઇલ થયા છે. જેમાં મહેશ પટેલના ઉમા એન્ટરપ્રાઇઝ ગોડાઉનમાંથી લીધેલા નમૂના ફેઇલ તો પટેલ ભાર્ગવના ગોડાઉનમાંથી લેધેલા નમૂના પણ ફેઇલ થયા છે. ભાર્ગવ પટેલના ગોડાઉનમાંથી નકલી જીરાના નમૂનામાં સ્ટોન પાવડર મળ્યો છે. અહીં નોંધનિય છે કે, પટેલ ભાર્ગવના નમૂનાના હજુ બે રિપોર્ટ બાકી છે. ધર્મેશ પટેલના ગોડાઉનમાં પણ ડુપ્લીકેટ જીરાનો જથ્થો ઝડપાયો હતો.
ઊંઝા કોર્ટમાં અત્યાર સુધીમાં કુલ 4 કેસ દાખલ
• વર્ષ 2023માં સુજિત પટેલના ગોડાઉનમાં નકલી જીરાનો ઊંઝા કોર્ટમાં કેસ નોંધાયો
• વર્ષ 2024માં દીપેશ શ્રીમાળીના ગોડાઉનમાં જીરાના નમુના ફેલ થતા કોર્ટ કાર્યવાહી હાથ ધરાઈ
• વર્ષ 2024માં હર્ષદ પટેલ ઊંઝામાં ડુપ્લીકેટ વરીયાળી ઝડપાતા કોર્ટ કાર્યવાહી
• વર્ષ 2024માં પ્રકાશ પટેલના ગોડાઉનમાં ડુપ્લીકેટ જીરું ઝડપાતા ઊંઝા કોર્ટમાં કેસ દાખલ
(4:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
