News of Thursday, 19th December 2024
રાજ્યમાં મગફળીનો સૌથી ઉંચો ભાવ હિંમતનગરમાં 1525 રૂપિયા સુધી બોલાયો: જાણો અન્ય 42 યાર્ડના ભાવ
ગુજરાતની 42 માર્કેટ યાર્ડમાં કુલ 4,579.39 ટન મગફળીની આવક થઇ:જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન મગફળીની આવક

અમદાવાદ :આજે ગુજરાતની 42 માર્કેટ યાર્ડમાં કુલ 4,579.39 ટન મગફળીની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં મગફળીનો સૌથી ઉંચો ભાવ હિંમતનગરમાં માર્કેટ યાર્ડમા 1525 રૂપિયા બોલાયો હતો. રાજકોટ યાર્ડમાં મગફળીનો ઉંચો ભાવ 1300 રૂ. અને નીચો ભાવ 890 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય વ્યારામાં 1480 રૂ., જામનગરમાં 1455 રૂ., બાયડમાં 1356 રૂ., પાંથવાડામાં 1343 રૂ., ભાવનગરમાં 1331 રૂ., વિજાપુરમાં 1301 રૂ., ગોંડલમાં 1216 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 4,579.39 ટન મગફળીની આવક થઇ છે.


(9:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
