<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th December 2024

રાજપીપળાનું રજવાડી બેન્ડ સ્ટેન્ડ સંગીત સુરાવલીથી ફરી એકવાર મ્યુઝિકથી ગુંજી ઊઠ્યું...

મોટી જનમેદની વચ્ચે રાજપીપળાના ગાર્ડનમાં ઇન્ટેક્ટ ચેપ્ટર દ્વારા સંગીત સંધ્યાનું ભવ્ય આયોજન: મહારાજા રઘુવીરસિંહ, યુવરાજ માનવેન્દ્રસિંહ, ધારાસભ્ય ડો.દર્શનાબેન સહિત USA નુ સુરભી ઓન સોંબલ ગ્રુપના કલાકારોએ સાંસ્કૃતિક કાર્યક્રમની રમઝટ મચાવી

( ભરત શાહ દ્વારા ) નર્મદા:રજવાડી નગરી રાજપીપળા ના ગાર્ડનમાં મહારાજા વિજયસિંહજી દ્વારા બનાવેલ ખાસ બેન્ડ સ્ટેન્ડમાં તે જમાનામાં રાજવી બેન્ડ દ્વારા સંગીત સંધ્યાનું આયોજન થતું હતું. સંગીત સંધ્યાનું આકર્ષણ જામતું હતું જે 104 વર્ષ જૂની રોનક પુનઃ જોવા મળી, જુનું એ હેરિટેજ બેન્ડ સ્ટેન્ડ સંગીતથી ગુંજી ઉઠ્યું હતું. દેશી અને વિદેશી સંગીતમાં રાજપીપળા ના નગરજનો મંત્રમુગ્ધ બન્યા હતા.

   104 વર્ષ પહેલા 1920 માં મહારાજા રઘુવીરસિંહના દાદા અને  યુવરાજ માનવેન્દ્રસિંહના પરદાદા મહારાજા વિજયસિંહજી દ્વારા બનાવેલ બેન્ડ સ્ટેન્ડ કે જ્યાં સંગીત સુરાવલી જામતી હતી એ બેન્ડ સ્ટેન્ડને પુનઃ જીવિત કરવા વર્ષો પછી પ્રથમવાર usa નું સુરભી ઓન સોંબલ ગ્રુપ મ્યુઝિકલ બેન્ડ દેશમાં પ્રથમવાર મ્યુઝિકની રમઝટ બોલાવી. ઇન્ટેક્ટ ચેપ્ટરના કન્વીનર યુવરાજ માનવેન્દ્ર દ્વારા  આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મહારાજા રઘુવીરસિંહ, યુવરાજ માનવેન્દ્રસિંહ, ધારાસભ્ય ડો.દર્શનાબેન સહિત USA નુ સુરભી ઓન સોંબલ ગ્રુપના કલાકારો એ સાંસ્કૃતિક કાર્યક્રમની રમઝટ મચાવી હતી.અને વિરાજબા મહીડા, નીરજ પટેલ, સોનુ બારોટ સહિતના આગેવાનો એ સહકાર આપ્યો, જનતામાં એક જાગૃતિ લાવી ઉત્સાહ ભર્યો હતો. 

  ઇન્ડિયન નેશનલ ટ્રસ્ટ ફોર આર્ટ એન્ડ ક્લચર હેરિટેજ દ્વારા આવા હેરિટેજ બિલ્ડિંગો સુરક્ષિત રાખવા જાગૃતિ અને અન્ય કાર્યક્રમો કરતા હોય  છે.  રાજપીપલા ના વિનાયક રાવ ગાર્ડન ખાતે આવેલ હેરિટેજ બેન્ડ સ્ટેન્ડ માં વિદેશી ગ્રુપ સુરભી ઓનસોબલ ગ્રૂપ દ્વારા સંગીત દ્વારા વિશ્વને એક સાથે લાવવાનો એક સુંદર પ્રયાસ કરવામાં આવ્યો  હતો. એક સુંદર સંગીત સંધ્યા ની શરૂઆત થઈ હતી. મોટી સંખ્યા માં શહેરના આગેવાનો અને શહેરના લોકો ની હાજરીમાં મ્યુઝિકલ શો ની રમઝટ જામી હતી.

 

(11:07 PM IST)