News of Thursday, 19th December 2024
ગાડીઓની લે વેચ કરતા વેપારીનો ચેક બાઉન્સ થતા કોર્ટે 1 વર્ષની સજાનો હુકમ કર્યો
રાજપીપળા કેળાંના વેપારીએ ગાડી લેવા એડવાન્સ 2 લાખ આપ્યા હતા.

( ભરત શાહ દ્વારા ) નર્મદા:રાજપીપળા ખાતે કેળાના લે વેચનો ધંધો કરતા જય અંબે ફ્રૂટ સપ્લાયર એવા પ્રેમવરૂપ પટેલને બે SUV કાર લેવાની હોય તેમના સંબંધી મારફતે કરજણના એક વેપારી ને એડવાન્સ બે ગાડી ના 2 લાખ રૂપિયા આપી ગાડી બુક કરાવી હતી. જોકે સમય જતા ગાડી ના આપી શકતા પરત રૂપિયા માંગતા 2 લાખનો ચેક આપ્યો હતો જે બાઉન્સ થતા એડવોકેટ પ્રતીક એ પટેલ દ્વારા કોર્ટમાં કેશ દાખલ કરતા આ કેસ એન.એ. કુલકર્ણી સાહેબ ની કોર્ટે માં ચાલી જતા ગાડી લે વેચનો વેપાર કરતા અને હરી દર્શન સોસાયટી, નવા બજાર કરજણ ખાતે રહેતા અને કરજણ માં જ ગુરૂ સ્મૃતિ કોમ્પલેક્ષમાં દુકાન ધરાવતા કૃણાલ જશવંતરાય ડગલી ને ધી. નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટ ની કલમ 138 મુજબ ના શિક્ષા પાત્ર ગુના ના તહોમત માટે તકસીરવાન ઠરાવવામાં આવ્યા, અને તેઓને સબબ તહોમત માટે તકસીરવાન ઠરાવેલ હોઈ, એક વર્ષ ની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ કરવામાં આવ્યો છે. તેમજ ચેક ની રકમ ₹ ૨,૦૦,૦૦૦/- ની દોઢ ગણી રકમ, એમ કૂલ રકમ ₹ ૩,૦૦,૦૦૦/- ની દંડ પટે લાગુ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે.
(11:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
