News of Thursday, 19th December 2024
નવા કાયદા લાગુ કરાયા બાદ જાયે તો કહા જાયે જેવો ઘાટ: સરકારે E.Kyc નિયમ લાગુ કર્યો પરંતુ નર્મદા જિલ્લામાં 18 વર્ષથી ઉપરના હજારો લોકો પાસે આધાર કાર્ડ જ નથી..!!
આધારકાર્ડ વિના E.Kyc કે અન્ય બાબત શક્ય નથી પરંતુ નવા આધારકાર્ડ નહી નીકળતા લોકો મૂંઝવણમાં:કેટલાક વિધવા, કેટલાક માનસિક અશકત તો કેટલાક વિકલાંગ લોકો પાસે આધાર કાર્ડ નહી હોવાથી મુશ્કેલીમા મૂકાયા

( ભરત શાહ દ્વારા ) નર્મદા : સરકારે દરેક બાબતમાં Kyc લાગુ કર્યું પરંતુ પહેલા પગથિયું પૂરું નહી કરી કાયદાનો અમલ કરવા ફરજિયાત કરતી સરકાર દરેક જિલ્લામાં કઈ કઈ મુશ્કેલી પડે છે એ માટે સર્વે કરે તે જરૂરી જણાય છે કેમ કે વાત કરીયે નર્મદા જિલ્લાની તો આ જિલ્લામાં હજારો લોકો પાસે આધાર કાર્ડ જ નથી અને હાલમાં 18 વર્ષથી ઉપરના લોકોના નવા આધારકાર્ડ બનતા નથી છતાં સરકારે રેશનકાર્ડ કે ખેડૂતો માટે E.Kyc ફરજિયાત કર્યું છે પરંતુ આ દરેક બાબતમાં આધારકાર્ડ ખાસ જરૂરી હોય જે નર્મદા જિલ્લામાં હજારો લોકો પાસે નથી માટે તેમના E.Kyc નહી થતા આવા લોકો રેશનકાર્ડના અનાજથી વંચિત રહી જાય અને ખેડૂતોને મળતી સહાય પણ નહી મળે અને આધારકાર્ડ વગર ના લોકોમાં કેટલાંક વિધવા મહિલાઓ તો કેટલાક વિકલાંગો પણ હોવાની વાત જાણવા મળી છે માટે આવા લોકોનો જાયે તો જાયે કહાં જેવો ઘાટ આ જિલ્લાના અટવાયેલા લોકો નો થયો છે.
સરકાર વારંવાર નવા નવા કાયદાઓ અમલમાં મૂકે છે અને એ બધા ઑનલાઇન થતા હોય પરંતુ ઓનલાઇન સિસ્ટમ માં વારંવાર સર્વર ની તકલીફ ઊભી થતાં લોકો કલાકો બાદ પણ પોતાનું કામ કરાવી શકતા નથી તેમજ નવા આધારકાર્ડ નહી બનતા જિલ્લાના અભણ ગરીબ વ્યક્તિઓ ભારે મુકેલી માં મુકાયા છે. માટે સ્થાનિક રાજકીય અગ્રણીઓ આ મુદ્દે અંગત રસ દાખવી ઘટતું કરે તેવી લોકલાગણી છે.
કેટલાક વિકલાંગ તો કેટલાક વિધવા ની તકલીફ કોણ સંભાળશે.
નાંદોદ તાલુકાના કુવરપરા ગામના શીતલબેન શૈલેષભાઈ વસાવા(ઉ.વ.૨૨) તેઓ માનસિક અસ્વસ્થ છે જ્યારે કુવરપરા ગામના જ પાડુભાઇ દલસુખભાઈ વસાવા (ઉ.વ.૫૮) નાઓ ને હાથમાં આંગળા નથી માટે આવા કેટલાય ૧૮ વર્ષની ઉપરના લોકો છે જેમના અત્યારસુધી આધારકાર્ડ બન્યા જ નથી અને હાલ માં નવા આધારકાર્ડ બનતા નથી માટે જિલ્લામાં હજારો લોકો E.Kyc કઈ રીતે કરાવે અને લાભ કેવી રીતે મેળવશે તેવા સવાલ ઉઠ્યા છે
(11:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
