તા. ૨ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૧ રવિવાર
News of Thursday, 19th December 2024
ઓરી ગામે ખાણ ખનીજ વિભાગે સીઝ કરેલી ટ્રક ચોરી થયા બાદ ગણતરીના કલાકોમાં આમલેથા પોલીસે કબ્જે કરી
ખાણ ખનીજ વિભાગે ટ્રક સીઝ કરી જ્યાં મૂકી હતી ત્યાંથી ટ્રક ડ્રાઈવર અને ક્લીનર ઉઠાવી ગયા હતા

( ભરત શાહ દ્વારા ) નર્મદા:નર્મદા જિલ્લાના ઓરી ગામમાં મુકેલી ટ્રકની ચોરી થતાં ખાણ ખનીજ વિભાગના અધિકારીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે
પ્રાપ્ત વિગતો અનુસાર નર્મદા ખાણ ખનીજ વિભાગના માઇન્સ સુપરવાઈઝર રવિભાઇ અરશીભાઇ મોરી, રહે. રાજપીપળા નાઓ એ આમલેથા પોલીસ મથકે આપેલી ફરિયાદ મુજબ તેઓ રાત્રિ દરમિયાન ચેકીંગ માં હતા એ સમયે એક હાઈવા ટ્રક નંબર. GJ-16-AV-0880 ને અટકાવી તપાસ કરતા અંદર બ્લેક ટ્રેપ ભરેલા હતા પરંતુ રોયલ્ટી નહી હોવાથી આ ટ્રક ને ઓરી ગામે રામનાથ એન્ટરપ્રાઇઝ સ્ટોક ખાતે સીઝ કરીને મુકેલ હતી પરંતુ આ ટ્રક જેની કિ.રૂ.૧૫,૦૦,૦૦૦/- ને તા.૦૧/૧૨/૨૦૨૪ નાં રાતનાં સમયે કોઇ અજાણ્યા ચોર ઇસમે ચોરી કરીને લઇ ગયો હોય આમલેથા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
જોકે માઈન્સ સુપરવાઈઝર ની ફરિયાદ બાદ આમલેથા પોલીસ સ્ટેશન ના પીઆઈ કે.એ. વાલા અને પોલીસ ટીમે ગણતરી ના કલાકો માં ચોરાયેલી ત્રણ શોધી કાઢી હતી અને આ ટ્રક ના ડ્રાઈવર તથા ક્લીનર જ ટ્રક સીઝ થયા બાદ ત્યાંથી ઉઠાવી ગયા હતા
(11:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
