News of Thursday, 19th December 2024
બ્રહ્માકુમારીઝ સંસ્થાએ ઊર્જાના ક્ષેત્રમાં એક નવું પગલું ભર્યું : ભીના કચરામાંથી જૈવિક ખાતર અને રોજ ૨૦૦ યૂનિટ વિજળી
સંસ્થાના તમામ આંગણાઓમાથી નીકળતા ભીના કચરોને રિસાઈકિલ કરી વીજળી અને જૈવિક ખાતરનું ઉત્પાદન

આબૂ રોડ : શહેરની બ્રહ્માકુમારીઝ સંસ્થાએ ઉર્જાના ક્ષેત્રમાં એક નવું પગલું ભર્યું છે. સંસ્થાના તમામ આંગણાઓમાથી નીકળતા ભીના કચરોને રિસાઈકિલ કરી વીજળી અને જૈવિક ખાતરનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. તેનાથી દર મહિને ૬૦૦૦ યૂનિટ વિજળી મળે છે, જ્યારે દોઢ લાખ લીટર જૈવિક ખાતરનું ઉત્પાદન થઈ રહ્યું છે. આ સંયંત્રની સ્થાપનામાં જર્મનીના ઈન્જિનિયર બીકે ક્લૉસ પીટરનું વિશેષ યોગદાન રહ્યું છે. જ્યારે સંસ્થાના સોલર પ્લાન્ટના ઈન્જિનિયરોની ટીમથી તેને આકાર આપવામા આવ્યો છે. આ પ્રકારનો રાજસ્થાનમાં પહેલો પ્લાન્ટ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. આ સંયંત્રમાં દરરોજ પ્રાગણના બાગ- બગીચાઓમાંથી નીકળતા ઘાસ અને પાંદડાઓના કચરાને, તેમજ અહીં દરરોજ હજારો લોકો માટે બનતા ભોજન માટે વપરાતા શાકભાજી નો કચરો, જમવાનો એંઠવાડ (ભીનો કચરો)આશરે ૩.૫ ટન રિસાઈકિલ (ગ્રાઉન્ડ કરી લિક્વિડ તૈયાર) કરવાની ક્ષમતા છે. તેને ડાયજેસ્ટર ટેંકમાં નાખવામાં આવે છે, જેનાથી ૨૫૦-૩૫૦ ક્યૂબિક બાયોગૈસને જનરેટરની મદદથી વીજળીમાં પરિવર્તિત કરવામાં આવે છે, જ્યારે રોજના ૩-૪ હજાર લીટર લિક્વિડ (પ્રવાહી) ખાતર નીકળે છે જેનો ઉપયોગ શાકભાજીની ખેતી કરવાના ઉપયોગ માં લેવાય છે.
(11:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
