<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st December 2024

બગોદરા હાઈવે પર ટ્રક પાછળ લક્‍ઝરી બસ અથડાતા ડ્રાઇવરનું મોત

વઢવાણ, તા. ર૧: બગોદરા હાઈવે પર ટ્રક પાછળ ખાનગી લક્‍ઝરી બસ અથડાતા અકસ્‍માત સર્જાયો છે અકસ્‍માતની ઘટનામાં લક્‍ઝરી બસના ચાલકનું મોત થયું અને અન્‍ય ત્રણ વ્‍યક્‍તિઓને ઈજા પહોંચી હતી ખાનગી લક્‍ઝરી બસ સુરત થી મોરબી જઈ રહી હતી ત્‍યારે ત્રણ ઇજાગસ્‍તોને સારવાર માટે ૧૦૮ ની મદદથી આરોગ્‍ય કેન્‍દ્ર ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્‍યા.

બગોદરા વટામણ ચોકડી પાસે આગળ જઈ રહેલ ટ્રકની પાછળ શાહી દર્શન નામની ખાનગી લક્‍ઝરી બસ ઘુસી જતા અકસ્‍માતમાં લક્‍ઝરી બસના ડ્રાઇવર જયેશભાઈ જશવંતભાઈ ચૌધરી રહેવાસી તાપીનું ઘટના સ્‍થળે મોત નીપજ્‍યું છે. રસ્‍તા પર ટ્રાફિક જામથતા બગોદરા પોલીસ અકસ્‍માત સ્‍થળે પહોંચી અને ટ્રાફિક હળવો કરાવ્‍યો હતો. પોલીસે બસના ચાલકનો ફસાયેલો મળતદેહ બહાર કાઢી બગોદરા આરોગ્‍ય કેન્‍દ્રમાં પીએમ માટે મોકલી આપવામાં આવ્‍યો છે.

(12:22 PM IST)