તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Saturday, 21st December 2024
અમદાવાદના સાબરમતી વિસ્તારમાં પાર્સલ બ્લાસ્ટ : બે લોકોને ઇજા
શિવમ રો હાઉસમાં પાર્સલ લાવનાર અને રિસીવ કરનારા ઈજાગ્રસ્ત ત્રણ લોકો પાર્સલ લઈને આવ્યા હોવાનો પરિવારનો આક્ષેપ

અમદાવાદ : સાબરમતી વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સાબરમતી એરીયામાં આવેલા શિવમ રો હાઉસ ખાતે એક પાર્સલમાં બ્લાસ્ટની ઘટના બનતા બે લોકો ઈજાગ્રસ્ત થયા છે. પાર્સલમાં રહેલી બેટરીમાં બ્લાસ્ટ થતાં ડીલીવરી બોય અને પાર્સલ રીસીવ કરનાર વ્યકિત ઘાયલ થયા હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યુ છે.
પાર્સલ કરતી વખતે અચાનક ધડાકાભેર બેટરી ફાટતા મોટો બ્લાસ્ટ થયો હતો. જેના લીધે આસપાસમાંથી લોકો દોડી આવ્યા હતા. બેટરી બ્લાસ્ટના સમાચાર આસપાસના વિસ્તારમાં વાયુવેગે પ્રસરી જતા આસપાસના વિસ્તારમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો અને દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે અને બ્લાસ્ટ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસે અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરી છે. ઘટનાને પગલે અમદાવાદ શહેરની પોલીસ દોડતી થઈ ગઈ છે અને તપાસ આખરે આ બ્લાસ્ટ કેવી રીતે થયો. આ બ્લાસ્ટ કયા સંજોગોમાં થયો છે. આ કોઈ અંગત અદાવતમાં બ્લાસ્ટ કરવામાં આવ્યો છે કે પછી અકસ્માતે બ્લાસ્ટ સર્જાયો છે.
(1:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
