News of Saturday, 21st December 2024
હિંમતનગરમાં વ્યાજખોરીનો આતંક :રૂપિયા પરત ના કરતા વ્યાજખોરોએ બાળકીનું અપહરણ કરી અને તેને વેચી દીધી
હિંમતનગરના વ્યક્તિએ 60 હજાર વ્યાજખોરો પાસેથી વ્યાજે લીધા પછી આરોપીઓએ વ્યાજ સાથેનો હિસાબ કરી 3 લાખ લેવાના દર્શાવ્યા: બાળકીના માતા-પિતાએ કોર્ટમાં તેમની બાળકી પરત મેળવવા માટે અરજી દાખલ કરી

સાબરકાંઠાના હિંમતનગરમાં વ્યાજખોરીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. રૂપિયા પરત ના કરતા વ્યાજખોરોએ બાળકીનું જ અપહરણ કરી દીધુ અને તેને વેચી દીધી હોવાની ઘટના સામે આવી છે.માહિતીની વાત કરીએ તો હિંમતનગરના વ્યક્તિએ 60 હજાર રુપિયા વ્યાજખોરો પાસેથી વ્યાજે લીધા હતા. જે પછી આરોપીઓએ વ્યાજ સાથેનો હિસાબ કરી 3 લાખ લેવાના દર્શાવ્યા હતા. ફરિયાદીએ આ નાણાં પરત ન કરતા તેઓ બાળકીને જ અપહરણ કરીને લઇ ગયા હતા.
સાબરકાંઠાના એસપીએ જણાવ્યુ હતુ કે બાળકીના માતા-પિતાએ કોર્ટમાં તેમની બાળકી પરત મેળવવા માટે અરજી દાખલ કરી હતી.કોર્ટે પોલીસને બોલાવીને સમગ્ર ઘટના બાબતે ગુનો દાખલ કરવા જણાવ્યુ હતુ. જેમાં ત્રણ આરોપી વિરુદ્ધ તસ્કરીનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. વ્યાજ વટાવવાનો ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે. આ સમગ્ર મામલે અત્યારે પોલીસ દ્વારા તપાસ તેજ કરવામાં આવી છે.
આ ઘટના લગભગ એક મહિના પહેલાની હોવાનું સામે આવ્યુ છે. આ ઘટનામાં બાળકીના માતા-પિતા પોલીસ પાસે ન જઇ સીધા કોર્ટમાં ગયા હતા અને કોર્ટે પોલીસને આ અંગેનો કેસ દાખલ કરવા હુકમ કર્યો હતો.
(1:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
