<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st December 2024

ગુજરાતી ફિલ્‍મોનું મહત્‍વ આગવુઃ સેન્‍સર બોર્ડની ઓફિસ ગુજરાતમાં ફાળવો

ભાજપ સાંસ્‍કૃતિક સેલ દ્વારા કેન્‍દ્રીય મંત્રીને રજુઆત

રાજકોટ તા.૨૧ ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગના યાદી જણાવે છે કે, દિલ્‍હી ખાતે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી સાંસ્‍કળતિક સેલના કન્‍વીનરશ્રી બિહારીભાઈ ગઢવી તથા શ્રી જનકભાઈ ઠક્કર તેમજ તેમની ટીમે કેન્‍દ્રિય મંત્રી તેમજ પ્રદેશ અધ્‍યક્ષશ્રી સી.આર.પાટીલ , લોકસભા સાંસદશ્રી પુરુષોત્તમ રૂપાલા જીના સહકારથી કેન્‍દ્રીય મંત્રીશ્રી અશ્વિની વૈષ્‍ણવ સાથે મુલાકાત કરી અને ગુજરાતી ફિલ્‍મ જગતને સેન્‍સર બોર્ડની ઓફિસ ગુજરાતમાં મળે તેની રજૂઆત કરી છે.

ગુજરાતી ફિલ્‍મો ભારતના ચલચિત્ર જગતમાં એક મહત્‍વનુ સ્‍થાન ધરાવે છે. છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાતી ચલચિત્ર જગતમાં ખૂબ જ હકારાત્‍મક ફેરફાર જોવા મળ્‍યા છે. ખાસ કરીને યુવાનોને પ્રેરણા આપે અને સાથે મનોરંજન પણ પૂરું પાડે તેવી અનેક ગુજરાતી ફિલ્‍મો આપણી સમક્ષ ગુજરાતના યુવા કલાકારો, દિગ્‍દર્શકો અને નિર્માતાઓએ  પ્રસ્‍તુત કરી છે. હાલના પરિપેક્ષમાં સેન્‍સર બોર્ડની ઓફિસ ગુજરાતમાં આવશ્‍યક છે. આ પ્રસંગે અરવિંદભાઈ વેગડા,  મહર્ષિભાઈ દેસાઈ તેમજ  રાકેશભાઈ પૂજારા ઉપસ્‍થિત રહ્યા હતા.

(2:02 PM IST)