<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st December 2024

પ્રાથમિક શાળા સુંદરપુરામાં મુખ્ય શિક્ષિક અને પંચાયત બોડી વચ્ચે ગજગ્રાહમાં સામ સામે રજૂઆત

સરપંચ અને સભ્યોએ પ્રાથમિક શિક્ષણાધિકારીને લેખિત ફરિયાદ કરી તો બીજી બાજુ મુખ્ય શિક્ષિક એ મહિલા પોલીસ સ્ટેશનમાં લેખિત રજૂઆત કરી

( ભરત શાહ દ્વારા )નર્મદા:નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં આવેલાં સુંદરપુરા ગામની પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષિકા અને પંચાયત બોડી વચ્ચે ગજગ્રાહ સામે આવતા બંને એ એક બીજા પર આક્ષેપો કરી રજૂઆત કરી છે

  મળતી વિગતો અનુસાર સુંદરપુરા ગ્રામ પંચાયતના સરપંચ અને સભ્યો એ પ્રાથમિક શિક્ષણાધિકારી ને કરેલી રજૂઆત માં જણાવ્યા મુજબ ગ્રામ પંચાયત સુંદરપુરાનાં સરપંચ તથા સભ્યોનું લખી જણાવવાનું કે, પ્રા. શાળા સુંદરપુરા માં મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવતાં દિપીકાબેન પરમાર પોતાની મનમાની કરીને શાળામાં હિટલરશાહી ચલાવે છે અને શાળા પરિવાર તથા એસ.એમ.સી. અને સરપંચને સંકલનમાં લીધા વગર પોતાની મનમાની મુજબ કામગીરી કરે છે. એસ.એમ.સી. માં કોઈપણ જાતના ઠરાવ કર્યા વગર મનફાવે તે રીતે કામગીરી કરે છે અને શાળામાં બિનઅધિકૃત વ્યક્તિને બોલાવીને કામગીરી કરાવે છે. એસ.એમ.સી., સરપંચનું પણ સાંભળતા નથી. જેથી આપ સાહેબ આ બાબતે તાત્કાલિક યોગ્ય તપાસ કરીને આ શિક્ષક સામે કાયદેસરની કાર્યવાહી કરવા જણાવ્યું છે, સાથે સાથે જો આમ કરવામાં વિલંબ થશે તો અમારે ગાંધીચીંધ્યા માર્ગે ચાલીને શાળાને તાળાબંધી કરવાની ફરજ પડશે તેવી ચીમકી પણ આપી છે.
      જ્યારે સામાં પક્ષે મુખ્ય શિક્ષિક દિપીકાબેન પરમારે જણાવ્યા મુજબ મે રાજપીપળા મહિલા પોલીસ મથકે લેખિત જાણ કરી જણાવ્યું છે કે પ્રાથમિક શાળા સુંદરપુરા મા એક મહિનાથી તેમની બદલી થઈ છે, હું શાળામાં સીનીયર શિક્ષક હોવાથી તાલુકામાં સીનીયોરીટી ની સ્પષ્ટતા થતાં આચાર્ય બની. તે અગાઉ ના આચાર્ય ને ગમતું નથી. જેથી મારી સામે સારુ બોલી શાળા સમય પહેલા સરપંચ સાથે મીટીંગ ભરી મને આચાર્ય માંથી હટાવવા માગે છે. અને મને બહુ હેરાનગતિ કરે છે. 

  અગાઉના આચાર્ય અને સરપંચ એ શાળા ના ઓરડા તાત્કાલિક રાતોરાત પડાવી નાખી બહુ મોટું કૌભાંડ કર્યું છે અને મારા આચાર્ય બનવાથી ભાંડો ફૂટી ના જાય એટલે સરપંચ જ્યારે અગાઉના આચાર્ય જગદીશ સોલંકી ના હોય ત્યારે શાળામાં દાદાગીરી કરી હેરાનગતિ કરે છે.

   અગાઉના આચાર્ય જગદીશ સોલંકી મને આ રાજકારણ નું ગામ છે અહીં મર્ડર થાય છે એવી બીક બતાવી મારી માનસિક હાલત ખરાબ કરી રહ્યા છે. અને સરપંચ તથા ગામના લોકો શાળામાં તાળાં મારી દેશું ને તારી નોકરી છોડાવી દઈશ. મારી પહોંચ ઉપર સુધી છે એવું કહે છે. ૧૦/૧૨/ ૨૦૨૪ ના રોજ શાળા એ જતી વખતે સરપંચ શાંતિલાલ એ મને રસ્તા માં ચાલુ ગાડી એ જાનથી મારી નાખીશ, તારી લાશ નહિ મળે, તારો ખેલ ખતમ એવું કહ્યું છે. મને કંઈક પણ થાય તો એ માટે જવાબદાર જગદીશ સોલંકી ને સુંદરપુરા ના સરપંચ શાંતિલાલ રહેશે. બીજા દ્વારા પણ મારી નખાવશે એવી ધમકી સરપંચ એ આપી છે. આવા આક્ષેપો સાથે મુખ્ય શિક્ષક દિપીકાબેન એ મહિલા પોલીસ સ્ટેશન માં રજૂઆત કરી છે. આમ પંચાયત બોડી અને મુખ્ય શિક્ષક વચ્ચે સામસામે આક્ષેપો થતા શાળા વિવાદ માં ઘેરાયેલી છે.

(2:18 PM IST)