તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 21st December 2024
ગાયત્રી પરિવાર દ્વારા જાન્યુઆરીમાં રાજપીપળા ખાતે 108 કુંડી શક્તિ સંવર્ધન ગાયત્રી મહાયજ્ઞનું આયોજન

(ભરત શાહ દ્વારા )નર્મદા :પરમપૂજ્ય ગુરુદેવ તથા વંદનીય માતાજીના આશીર્વાદ તેમજ સમગ્ર ઋષિસત્તાના સુક્ષ્મ સંરક્ષણમાં અને શાંતિકુંજ હરીદ્વાર ના માર્ગદર્શન હેઠળ રજવાડી નગરી રાજપીપળા ના જીન કમ્પાઉન્ડ, હરસિદ્ધિ મંદિર સામે જાન્યુઆરી મહિનાની તારીખ 22, 23, 24 અને 25ના રોજ 108 કુંડી શક્તિ સંવર્ધન ગાયત્રી મહાયજ્ઞનું આયોજન સત્તપ્રવૃતી સંવર્ધન, દુષ્ટપ્રવૃતી ઉર્મુલન, આત્મકલ્યાણ, લોકકલ્યાણ, વાતવરણ પરિસ્કાર, ઉજ્જવળ ભવિષ્ય, સશકત રાષ્ટ્રના નિર્માણ હેતુ થનાર છે જેનું ભુમિપુજન 19/12/2024 ના રોજ જીન કમ્પાઉન્ડ હરસિદ્ધિ મંદિર સામે થયું. જેમાં મુખ્ય અતિથિ માં માજી ધારસભ્ય હર્ષદભાઈ વસાવા રશ્મિકાબેન( પ્રજ્ઞાપુત્રી ) નાઓ એ હાજર રહી 108 કુંડી શક્તિ સંવર્ધન ગાયત્રી મહાયજ્ઞ ભુમિપુજન કયું હતું.
(2:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
