<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st December 2024

ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ માટે ઓનલાઇન ફરી ભરવાની મુદત 23મી સુધી લંબાવાઈ

શાળાઓએ પ્રિન્સીપાલ એપ્રુવલ આપવાનું બાકી છે તેઓએ તાત્કાલિક પ્રિન્સીપાલ એપ્રુવલ આપી દેવાનું રહેશે

ગાંધીનગર :ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર ખાતે નોંધાયેલ વિજ્ઞાન પ્રવાહ ધરાવતી રાજયની તમામ ઉચ્ચતર માધ્યમિક શાળાઓના આચાર્યઓ, શિક્ષકશ્રીઓ, વહીવટી કર્મચારીઓ, શાળાના સંચાલકઓ, વાલીઓ અને વિદ્યાર્થીઓને જણાવવામાં આવે છે કે, ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહ ફેબ્રુઆરી- ૨૦૨૫ ની બોર્ડની જાહેર પરીક્ષાના આવેદનપત્રો લેઇટ ફી સાથે ઓનલાઇન ભરવાની અંતિમ તારીખ:૨૨/૧૨/૨૦૨૪ છે, જે એક(૧) દિવસ માટે લંબાવીને તારીખ:૨૩/૧૨/૨૦૨૪ કરવામાં આવે છે. જે શાળાઓએ પ્રિન્સીપાલ એપ્રુવલ આપવાનું બાકી છે તેઓએ તાત્કાલિક પ્રિન્સીપાલ એપ્રુવલ આપી દેવાનું રહેશે.

   આવેદનપત્રમાં કોઇપણ પ્રકારના સુધારા કરવાના બાકી હોય કે પ્રિન્સીપાલ એપ્રુવલ આપવાનું બાકી હોય તો અંતિમ તારીખ:૨૪/૧૨/૨૦૨૪ ના રોજ રાત્રીના ૧૨:૦૦ કલાક સુધી કામગીરી પૂર્ણ કરી દેવાની રહેશે અને બાકી રહેતી ચૂકવવાની થતી ફી તારીખ:૨૬/૧૨/૨૦૨૪ સુધી ભરી શકાશે.


 

(6:49 PM IST)