News of Saturday, 21st December 2024
ધોરણ-10ની પરીક્ષાના આવેદનપત્રો લેઇટ ફી સાથે ઓનલાઇન ભરવાની મુદત બે દિવસ લંબાવાઈ : હવે 23મી સુધી ભરી શકાશે
શાળાઓએ પ્રિન્સીપાલ એપ્રુવલ આપવાનું બાકી છે તેઓએ તાત્કાલિક પ્રિન્સીપાલ એપ્રુવલ આપી દેવાનું રહેશે

ગાંધીનગર :ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર ખાતે નોંધાયેલ રાજયની તમામ માધ્યમિક શાળાઓના આચાર્યaki ઓ, શિક્ષકઓ, વહીવટી કર્મચારીઓ, શાળાના સંચાલકઓ, વાલીઓ અને વિદ્યાર્થીઓને જણાવવામાં આવે છે કે, ધોરણ-૧૦ ફેબ્રુઆરી-૨૦૨૫ ની બોર્ડની જાહેર પરીક્ષાના આવેદનપત્રો લેઇટ ફી સાથે ઓનલાઇન ભરવાની અંતિમ તારીખ:૨૨/૧૨/૨૦૨૪ છે, જે બે(ર) દિવસ માટે લંબાવીને તારીખ: ૨૪/૧૨/૨૦૨૪ કરવામાં આવે છે.
જે શાળાઓએ પ્રિન્સીપાલ એપ્રુવલ આપવાનું બાકી છે તેઓએ તાત્કાલિક પ્રિન્સીપાલ એપ્રુવલ આપી દેવાનું રહેશે. આવેદનપત્રમાં કોઇપણ પ્રકારના સુધારા કરવાના બાકી હોય કે પ્રિન્સીપાલ એપ્રુવલ આપવાનું બાકી હોય તો અંતિમ તારીખ:૨૬/૧૨/૨૦૨૪ ના રોજ રાત્રીના ૧૨:૦૦ કલાક સુધી કામગીરી પૂર્ણ કરી દેવાની રહેશે અને બાકી રહેતી ચૂકવવાની થતી ફી તારીખ:૩૦/૧૨/૨૦૨૪ સુધી ભરી શકાશે.
(6:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
