<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st December 2024

રાજ્યમાં ડુંગળીનો સૌથી ઉંચો ભાવ ડીસામાં 870 રૂપિયા સુધી બોલાયો:જાણો અન્ય 20 યાર્ડના ભાવ

ગુજરાતની 20 માર્કેટ યાર્ડમાં કુલ 15,594.39 ટન ડુંગળીની આવક થઇ: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન ડુંગળીની આવક

અમદાવાદ :આજે ગુજરાતની 20 માર્કેટ યાર્ડમાં કુલ 15,594.39 ટન ડુંગળીની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં ડુંગળીનો સૌથી ઉંચો ભાવ ડીસામાં માર્કેટ યાર્ડમા 870 રૂપિયા બોલાયો હતો. રાજકોટ યાર્ડમાં ડુંગળીનો ઉંચો ભાવ 320 રૂ. અને નીચો ભાવ 85 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય બીલીમોરામાં 700 રૂ., અમદાવાદમાં 600 રૂ., દાહોદમાં 500 રૂ., જામનગરમાં 470 રૂ., ગોંડલમાં 451 રૂ., નડિયાદમાં 440 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 15,594.39 ટન ડુંગળીની આવક થઇ છે.

(8:10 PM IST)