<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st December 2024

રાજ્યમાં જીરાનો સૌથી ઉંચો ભાવ ઉંઝામાં 5190 રૂપિયા બોલાયો: જાણો અન્ય 29 માર્કટિંગ યાર્ડમાં શું ભાવ રહ્યો?

ગુજરાતની 29 માર્કેટિંગ યાર્ડમાં કુલ 792.61 ટન જીરાની આવક થઇ:જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન જીરાની આવક

અમદાવાદ :આજે ગુજરાતની 29 માર્કેટિંગ યાર્ડમાં કુલ 792.61 ટન જીરાની આવક થઇ છે. રાજ્યમાં જીરાનો સૌથી ઉંચો ભાવ ઉંઝા માર્કેટિંગ યાર્ડમાં 5190 રૂપિયા બોલાયો છે. ઉંઝા માર્કેટિંગ યાર્ડમાં નીચો ભાવ 4000 રૂપિયા બોલાયો હતો. આ ઉપરાંત ગોંડલમાં 4621 રૂ., વાવમાં 4605 રુ., રાજકોટમાં 4580 રૂ., જામનગરમાં 4560 રૂ., રાધનપુરમાં 4550 રૂ., હળવદમાં 4511 રૂપિયા ભાવ બોલાયો હતો.

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં જીરાની કુલ 792.61 ટન આવક થઇ છે.

(8:15 PM IST)