તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 21st December 2024
પલસાણામાંથી ટેમ્પામાં લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો: ડ્રાઈવરની ધરપકડ
પલસાણા પોલીસે માંખીગા ગામની સીમમાં મીંઢોળા ચેક પોસ્ટ પાસેથી બોલેરો પીકઅઅપ ટેમ્પામાંથી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો: કુલ 7.77 લાખનો મુદામાલ જપ્ત

સુરત જિલ્લામાં પલસાણા પોલીસે માંખીગા ગામની સીમમાં આવેલા મીંઢોળા ચેક પોસ્ટ પાસેથી બોલેરો પીકઅઅપ ટેમ્પામાંથી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે કુલ 7.77 લાખનો મુદામાલ જપ્ત કરી આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી
આ અંગે મળતી માહિતી મુજબ, સુરત જિલ્લામાં પલસાણા પોલીસે માંખીગા ગામની સીમમાં આવેલા મીંઢોળા ચેક પોસ્ટ પાસેથી બોલેરો પીકઅપ ટેમ્પામાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આગામી થર્ટી ફસ્ટ અનુસંધાને વિદેશી દારૂનો જથ્થો લઇ જવાતો હોવાનું બહાર આવ્યું હતું. પેપર કપના બોક્ષની આડમા વિદેશી દારૂનો જથ્થો ભરીને લઇ જવાતો હોવાનું સામે આવ્યું હતું
પોલીસે 2,64,576 રૂપિયાનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ, 5 લાખની કિંમતનો ટેમ્પો, એક મોબાઈલ ફોન અને 6 નંગ પેપર કપ બોક્ષ મળી કુલ 7,77,976 રૂપિયાનો મુદામાલ જપ્ત કર્યો હતો. આ ઘટનામાં પોલીસે દારૂનો જથ્થો લાવનાર ડ્રાઈવર છોટુસિંગ વસંતસિંગ રાજપૂતની ધરપકડ કરી હતી. જયારે દારૂનો જથ્થો ભરી આપનાર બાબુ મારવાડીને વોન્ટેડ જાહેર કરી આ સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી
(8:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
