તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Saturday, 21st December 2024
નકલી આધાર કાર્ડ બનાવી બેંક એકાઉન્ટ ખોલી ઠગાઈ કરતી ટોળકી ઝડપાઈ: આરોપીઓ નીકળ્યા હિસ્ટ્રીશીટર
ભોગ બનનારનાં ઘરે ઘરે ચેક અને એટીએમ કાર્ડ પહોંચી જતા સમગ્ર કોભાંડનો પર્દાફાશ થયો

અમદાવાદ :ઠગોએ ઓનલાઇન મારફતે નકલી આધાર કાર્ડ બનાવી નવી નવી રીતે લોકો સામે બેન્કિંગ છેતરપિંડી રહી રહ્યા છે. તાજેતરમાં એવું જોવા મળ્યું છે કે લોકોના નામ પર નકલી પાન કાર્ડ અને આધાર કાર્ડનો ઉપયોગ કરીને ખોલવામાં આવેલા ખાતાઓ દ્વારા છેતરપિંડી કરવામાં આવી રહી છે.
આવી એક ઠગ ટોળકીને અમદાવાદ સાઇબર ક્રાઇમે ઝડપી પાડી છે. જેમાં ગઠિયાઓ લોકોના બનાવટી નામ અને સરનામાનું આધાર કાર્ડ કઢાવી છેતરપીંડી કરતા હતા. ગઠિયાઓ બનાવટી આધાર કાર્ડથી જુદા જુદા બેંક એકાઉન્ટ ખોલી ગેરકાયેદસર રીતે હેરાફેરી કરી છેતરપીંડી આચરતા હતા. જોકે અમદાવાદનાં એર ભોગ બનનારનાં ઘરે ઘરે ચેક અને એટીએમ કાર્ડ પહોંચી જતા સમગ્ર કોભાંડનો પર્દાફાશ થયો હતો. અમદાવાદ સાયબર ક્રાઈમાં ફરિયાદ નોંધાતા જ પોલીસે મુકેશ ગોંડલીયા ,મુકેશ ગોસ્વામી, ધીરજ પટેલ ,કિસ્મત અલી કુરેશી ,કમલેશ જોષી નામના આરોપીઓની ધરપકડ કરી છે.
આરોપીઓના સામે જુદા જુદા પોલીસ મથકે નોંધાયેલા ગુના
1.મુકેશ ગોંડલીયા સામે અસલાલી , ઈન્ફોસીટી , એરપોર્ટ, અડાલાજ ગાંધીનગર સેકટર 7 સહિતના મથકોમાં ગુના નોંધાયા છે
2. ધીરજ પટેલ સામે ગાંધીનગર એલસીબી, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ,ગાંધીનગર સેકટર 7 સહિતના મથકોમાં ગુના નોંધાયા છે
3. કિસ્મત અલી કુરેશી સામે ગાંધીનગર સેકટર 7 ,ગુનો નોંધાયેલો છે
4. કમલેશ જોષી સામે પાલનપુર વેસ્ટ પોલસ મથકે ગુનો નોંધાયેલો છે
(10:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
