News of Saturday, 21st December 2024
નર્મદા પોલીસ દ્વારા સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત રાજપીપળા કોલેજમાં "Say No to Drugs" વિષય પર સેમીનાર યોજાયો

(ભરત શાહ દ્વારા )નર્મદા :નર્મદા પોલીસ અવાર નવાર લોક જાગૃતિ માટે કાર્યક્રમો કરે છે જેમાં સાઇબર ક્રાઇમ, વ્યશન મુક્તિ સહિત ના વિષયો ઉપર કાર્યક્રમો કરી લોકો માં જાગૃતિ લાવવા પ્રયાસો કરવામાં આવ્યા છે અને આ પ્રયાસો હજુ પણ નર્મદા પોલીસ દ્વારા કરવામાં આવતા હોય જેનો મુખ્ય ઉદ્દેશ લોકો માં જાગૃતતા આવે અને યુવાધન ખોટી લત કે વ્યસન ના રવાડે ના જાય તે છે માટે આજરોજ પણ નર્મદા પોલીસે સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત રાજપીપળા કોલેજમાં એક કાર્યક્રમ યોજાયો જે ખૂબ સફળ પણ રહ્યો
રાજપીપળા ટાઉન પોલીસ સ્ટેશન અને એસ.ઓ.જી. શાખા દ્વારા સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત એમ.આર. આર્ટ્સ એન્ડ સાઇન્સ કોલેજ, રાજપીપળા ખાતે ગવર્નીંગ કાઉંસીલનાં બીન સરકારી સભ્યોની હાજરીમાં "Say No to Drugs" વિષય પર સેમીનાર લેવામાં આવ્યો, જેમાં ટાઉન પી.આઇ. વી.કે.ગઢવી, એસ.ઓ.જી.પી. પી.આઇ. વાય.એસ.શીરસાઠ સહિત પોલીસ કર્મચારીઓ સાથે કોલેજનાં પ્રીંસીપાલ તેમજ કોલેજનાં ૨૫૦ થી વધુ વિધ્યાર્થીઓ હાજર રહ્યા હતા.
(11:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
