તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Sunday, 22nd December 2024
મેમો નહી આપવાના બદલામાં લાંચ લેતાઃ લાંચ લેતા હેડ કોન્સ્ટેબલ અને TRB ના જવાન ઝડપાયા
ACB ની ટીમે છટકુ ગોઠવીને રૂ. ૨૦૦ ની લાંચ લેતા આરોપીઓની ધરપકડ કરી

અમદાવાદ ,તા.૨ર,
અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં આવતા જતા વાહનચાલકોને પોલીસ, હોમગાર્ડ અને TRB ના જવાન અટકાવીને લાઈસન્સ, સીટબેલ્ટ, પી.યુ.સી., રોંગ સાઇડ, નો-પાર્કિંગ, ઓવર લોડીંગ વિગેરે જુદા જુદા બહાના હેઠળ વાહન ચાલકો પાસેથી મેમો નહીં આપવા બદલ રૂ.૧૦૦ થી રૂ.૨૦૦૦ સુધીની લાંચની માંગણી કરતા હોવાની માહિતી ACB ને મળી હતી.જેને આધારે પોલીસે એક ખાનગી વ્યક્તિને આયસર ગાડી લઈને મોકલ્યો હતો. જેમાં નારોલ સરખેજ રોડ, શાસ્ત્રીબ્રિજના છેડે તેને એમ ટ્રાફિક ડિવિઝન પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા દશરથભાઈ રામલાલ પટણી અને એમ ટ્રાફિક ડિવિઝન પોલીસ સ્ટેશનમાં TRB તરીકે ફરજ બજાવતા અશોકકુમાર ચતુરભાઈ પગીએ આ ખાનગી વ્યક્તિને અટકાવીને સીટબેલ્ટનો મેમો ન ફાડવાના બદલામાં રૂ.૨૦૦ ની લાંચ માંગી હતી. જોકે ત્યાં હાજર ACB ની ટીમે બન્ને જણાને લાંચ લેતા ઝડપી લીધા હતા.
(1:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
